ટીવી એક્ટર પર આરોપ:‘કસૌટી ઝિંદગી કે’ એક્ટર પ્રાચીન ચૌહાણ પર છેડતીનો આરોપ લાગતા પોલીસે ધરપકડ કરી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈની મલાડ ઈસ્ટની પોલીસે 3 જુલાઈના રોજ એક્ટરની ધરપકડ કરી છે
  • 42 વર્ષીય પ્રાચીને એકતા કપૂરના શો ‘કુંટુંબ’થી 2001માં ડેબ્યુ કર્યું હતું

ટીવી એક્ટર પ્રાચીન ચૌહાણ મુશ્કેલીમાં ફસાયો છે. છેડતીના આરોપમાં મુંબઈ પોલીસે એક્ટરની ધરપકડ કરી છે. આ કેસને લાઈન પોલીસની તપાસ હાલ ચાલુ છે. પ્રાચીન ઘણા ટીવી શો અને વેબ સિરીઝમાં દેખાઈ ચૂક્યો છે.

એકતા કપૂરની ઘણી સિરિયલમાં દેખાયો છે
મુંબઈની મલાડ ઈસ્ટની પોલીસે 3 જુલાઈના રોજ એક્ટરની ધરપકડ કરી છે. પીડિતાએ એક્ટર વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. પોલીસે કલમ 354, 342, 323, 502(2) હેઠળ કેસ નોંધ્યો છે.

પ્રાચીને કસૌટી ઝિંદગી કે, સિંદૂર તેરે નામ કા, સ્વેગમાં કામ કર્યું છે. 42 વર્ષીય પ્રાચીને એકતા કપૂરના શો કુંટુંબથી 2001માં ડેબ્યુ કર્યું હતું. એ પછી તેણે કસૌટી ઝિંદગી કે સિરિયલમાં સુબ્રતો બોઝનો રોલ પ્લે કર્યો હતો. તેણે લવ મેરેજ, કુછ ઝુકી પલકે, છોટી બહુ, લાલ ઈશ્ક, યે હૈ આશિકી, સાત ફેરે જેવા શો કર્યા છે.

છેલ્લે આ એક્ટર શાદી મુબારક શોમાં દેખાયો હતો. તે વેબ સિરીઝ SITમાં છવિ મિત્તલ, કરણ વી ગ્રોવર સાથે પણ દેખાયો હતો. પ્રાચીન ચૌહાણ અર્ચના ટાઈડે અને છવિ પાંડેને ડેટ કરી ચૂક્યો છે.

અન્ય એક ટીવી એક્ટર પર પણ રેપનો આરોપ લાગ્યો હતો
આની પહેલાં ટીવી એક્ટર પર્લ પર પણ રેપનાં ગંભીર આરોપ લાગી ચૂક્યા છે. 'નાગિન 3' ફૅમ ટીવી એક્ટર પર્લ વી પુરીને જામીન મળી ગયા. તે 11 દિવસથી પોલસી કસ્ટડીમાં હતો. પીડિત બાળકીના પિતાએ પર્લ પર રેપનો આરોપ મૂકીને વાલિવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પીડિતાના પિતાની ફરિયાદ પ્રમાણે, 2019નો આ કેસ છે. પીડિતાની માતા ટીવી શો 'બેપનાહ પ્યાર'ના સેટ પર પોતાની પાંચ વર્ષીય દીકરી સાથે શૂટિંગ પર જતી હતી. ત્યારે એક્ટરે પોતાની વેનિટી વેનમાં તેની સાથે ખોટું કામ કર્યું હતું.