સેલેબ લાઈફ:નવાં વર્ષે કરિશ્મા તન્નાએ પ્રથમ વખત મંગેતર સાથે તસવીર શેર કરી, ફેન્સે કહ્યું- ચહેરો તો બતાવો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરિશ્મા વરુણ સાથે ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતી
  • રિપોર્ટ્સ પ્રમાણે, કરિશ્મા અને વરુણના લગ્નની સેરેમની 4 ફેબ્રુઆરીએ શરૂ થશે

એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ નવા વર્ષે પ્રથમ વખત મંગેતર વરુણ બંગેરા સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. પોસ્ટમાં કરિશ્માએ વર્ષ 2021ને થેન્ક્યુ કહી લખ્યું કે તે 2022 માટે એક્સાઈટેડ છે. જોકે પોસ્ટમાં કરિશ્માએ વરુણનો ચહેરો સ્પષ્ટ બતાવ્યો નથી.

કપલે સનસેટની મજા માણી
કરિશ્માએ વરુણ સાથે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, 'થેન્ક્યુ 2021... નવાં વર્ષ માટે એક્સાઈટેડ. તમામ લોકોને હેપ્પી ન્યૂ યર.' સેલેબ્સથી લઈને ફેન્સ સુધી તમામ લોકોએ કરિશ્માને ન્યૂ યરની શુભેચ્છા પાઠવી. ફોટોઝમાં કપલ સનસેટની મજા માણતા નજરે ચડે છે. કેટલાક ફેન્સે કમેન્ટમાં કરિશ્માને વરુણનો ચહેરો બતાવવા કહ્યું.

5 ફેબ્રુઆરીએ કરિશ્મા અને વરુણ લગ્ન કરશે

રિપોર્ટ્સ પ્રમાણે, કરિશ્મા અને વરુણના લગ્નની સેરેમની 4 ફેબ્રુઆરીએ શરૂ થશે. બંને 5 ફેબ્રુઆરી, 2022એ મુંબઈમાં લગ્ન કરશે. 6 ફેબ્રુઆરીએ કપલ રિસેપ્શન પાર્ટી આપશે. કરિશ્મા અને વરુણ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કપલે નવેમ્બર, 2021માં સગાઈ કરી હતી.