તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવા મહેમાન આવવાની ખુશી:24 ડિસેમ્બરે કરણવીર બોહરાની પત્ની ટીજેની ડિલિવરી, કહ્યું - 'મારી ટ્વિન્સ દીકરીઓ વારંવાર ટીજેના બેબી બમ્પને કિસ કરી રહી છે'

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોપ્યુલર એક્ટર કરણવીર બોહરા બીજીવાર પિતા બનવાના છે. આ વાતનું અનાઉન્સમેન્ટ કરણે તેના જન્મદિવસ પર જ કર્યું છે. એક્ટર હાલ શૂટિંગ માટે દેહરાદૂનમાં છે જ્યાં તેને પત્ની અને દીકરીઓની કંપની પણ મળી રહી છે. કરણવીર ઈચ્છતા હતા કે પત્નીના પ્રેગ્નન્સીના 9 મહિના સારી રીતે પસાર થાય. ટીજેની ડિલિવરી ડેટ સામે આવી ગઈ છે જેનો ખુલાસો એક્ટરે કર્યો છે. કરણવીરે જણાવ્યું કે ડેટ સામે આવ્યા બાદથી નવા બાળકના સ્વાગત માટે તેની બંને દીકરીઓ બેલા અને વિએના ઘણી ઉત્સુક છે.

કરણવીરે હાલમાં જ સ્પોટબોય સાથેની વાતચીતમાં ડિલિવરી ડેટ વિશે જણાવ્યું કે, 'ટીજેની ડિલિવરી ડેટ 24 ડિસેમ્બર છે, આના પર હું અને મારી પત્ની ઘણા ઉત્સુક છીએ. અમારી ટ્વિન્સ દીકરીઓ બેલા અને વિએના વધારે ખુશ છે. તેઓ વારંવાર ટીજેના બેબી બમ્પને કિસ કરતા ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ વિશ કરતા રહે છે. મારી દીકરી વિએના ઘણી ચિંતા કરે છે અને સતત પૂછતી રહે છે કે બેબી કેવું છે.'

કરણવીરનું માનવું છે કે તેમની દીકરીઓએ આવનારા મહેમાન માટે તૈયાર હોવું જોઈએ. તેમણે ભાઈ અથવા બહેન આવવાથી ખુશ હોવું જોઈએ નહીં કે તેનો ડર હોવો જોઈએ. ટીજેની પહેલી પ્રેગ્નન્સી દરમ્યાન એક્ટર તેને બેબી મૂન પર લઇ જઈ શક્યો ન હતો માટે આ વખતે તે ટીજેને પોતાની સાથે દેહરાદૂન શૂટિંગમાં લઈને ગયો છે.

એક્ટર હાલ તેની અપકમિંગ ફિલ્મ 'કુતુબ મિનાર'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કરણના પિતા સંજય મિશ્રા છે જે દીકરાની વિચિત્ર બીમારીને કારણે તેને દુનિયાથી બચાવે છે. આ એક પિતા અને દીકરાની સુંદર સ્ટોરી છે. કરણ સંજય મિશ્રાના ઘણા મોટા ફેન છે અને તેની સાથે કામ કરીને ઘણા ખુશ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો