ટીવી એક્ટર કરનવીર બોહરાએ હાલમાં રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભૂલ શોધી હતી. કરનવીરે સિરિયલના યુદ્ધના એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો.
શું હતું આ વીડિયોમાં?
કરનવીર બોહરાએ આ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, જ્યારે તમને તમારા કામના પૂરતા પૈસા ના મળે ત્યારે. હું આ પોસ્ટ કરું છે. આપણે એમ વિચારતા હતાં કે તેમણે કેવા ઐતિહાસિક યુદ્ધનું સર્જન કર્યું છે, બસ ‘ગેમ ઓફ થ્રોન્સ’ની જેમ જ. આ વીડિયોમાં યુદ્ધનો સીન છે, જેમાં એક સૈનિક તલવારથી ગરબા રમતો હોય તેમ લાગે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગરબો ‘છોગાડા તારા’ વાગે છે.
યુઝર્સે કમેન્ટ્સ કરી
આ પોસ્ટ પર યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે આ ગરબા રમતો હોય તેમ લાગે છે. અન્ય એકે કહ્યું હતું કે આ ડાન્સ શા માટે કરે છે. તો કેટલાંક યુઝર્સે લાફિંગ ઈમોજી પોસ્ટ કરી હતી.
હાલમાં સ્ટાર પ્લસ પર ‘રામાયણ’ આવે છે
1987માં સૌ પહેલી વાર રામાનંદ સાગરની ‘રામાયણ’ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી. લૉકડાઉન દરમિયાન ચાહકોની માગણીને કારણે દૂરદર્શન પર આ સિરિયલ ફરીવાર બતાવવામાં આવી હતી. હવે, આ સિરિયલ સ્ટાર પ્લસ પર આવે છે. સિરિયલમાં રામનો રોલ અરૂણ ગોવિલ, લક્ષ્મણનો રોલ સુનીલ લહરી, રાવણનો રોલ અરવિંદ ત્રિવેદી, હનુમાનનો રોલ દારા સિંહ તથા સીતા તરીકે દીપિકા ચિખલિયા જોવા મળી હતી.
‘ગેમ્સ ઓફ થ્રોન્સ’માં શું ભૂલ હતી?
લોકપ્રિય શો ‘ગેમ ઓફ થ્રોન્સ’ની આઠમી સીરિઝના એક એપિસોડમાં કૉફીનો મગ જોવા મળ્યો હતો. આ કૉફીનો મગ જાણીતી બ્રાન્ડ ‘સ્ટારબક્સ’નો હતો. આ સીનને કારણે વિશ્વભરના યુઝર્સે સોશિયલ મીડિયામાં આ સીનની ઘણી જ મજાક ઉડાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.