તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિએક્શન:સિયાઝ ગાડીમાં સિદ્ધાર્થ શુક્લાનો ખરખરો કરવા આવેલા કરણવીર બોહરા માટે ‘ગરીબ... ગરીબ’ની બૂમો પડી, એક્ટરે ઓનલાઈન કકળાટ કાઢ્યો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરણવીરે વીડિયો શેર કરતા લખ્યું, સિયાઝ ગાડીમાં આવ્યો, ગરીબ દેખાઈ રહ્યો છે. આ સાંભળીને ઘણું દુઃખ થયું
  • કરણના આ વીડિયો પર ઘણા સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે

એક્ટર કરણવીર બોહરાએ એક પેપરાજીને તેણે 'ગરીબ' કહેવા બદલ સંભળાવી દીધું, કેમ કે તે મારુતિ સુઝુકી સિયાઝમાં દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાના મુંબઈના નિવાસસ્થાને તેની માતાને મળવા ગયો હતો. કરણવીર ગુરુવારે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા તેના ઘરે ગયો હતો. કરણવીરે વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મીડિયા પર્સન્સને ખરું ખોટું સંભળાવી દીધું છે.

વીડિયોમાં એક વ્યક્તિએ કરણવીરને ગરીબ કહ્યો
કરણવીરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાની પત્ની તેજય સિદ્ધુની સાથે સિદ્ધાર્થના એપાર્ટમેન્ટની નીચે પોતાની કારની રાહ જોઈ રહ્યો હતો. વીડિયોમાં, એક વ્યક્તિને એવું કહેતા સાંભળી શકાય છે કે, સિયાઝમાં આવ્યો છે, ગરીબ દેખાઈ રહ્યો છે. કરણવીરે નજીકમાં બેઠેલા કેટલાક પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને પછી પોતાની કારમાં નીકળી ગયો.

વીડિયો પર ઘણા સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે
કરણવીરે વીડિયો શેર કરતા લખ્યું, સિયાઝ ગાડીમાં આવ્યો, ગરીબ દેખાઈ રહ્યો છે. આ સાંભળીને ઘણું દુઃખ થયું. શું અમે અહીં 5 સ્ટાર એપિરિયન્સ આપવા માટે આવ્યા છીએ? અમે એક એવી માતાને મળવા આવ્યા, જેને પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે અને અલબત્ત મીડિયાના લોકો આની નોંધ લે છે.. આ તે જ લોકો છે જે મીડિયાના લોકોને બદનામ કરે છે. કરણના આ વીડિયો પર ઘણા સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું
ગુરુવારે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. તે 40 વર્ષનો હતો. હાર્ટ અટેક બાદ તેને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. બુધવાર રાતે સૂતા પહેલા તેને કેટલીક દવાઓ લીધી હતી. ત્યારબાદ તેની તબિયત ખરાબ થઈ હતી. રિપોર્ટ્સના અનુસાર, સિદ્ધાર્થના નિધનથી શેહનાઝ ગિલને ભારે આઘાત લાગ્યો છે. તે હજી પણ વિશ્વાસ નથી કરી શકતી કે હવે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યો.

અન્ય સમાચારો પણ છે...