તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્શન પર રિએક્શન:એક્સ્ટ્રા મેરિટલ અફેરની ચર્ચા પછી હવે કરન અને હિમાંશીએ કમેન્ટ સેક્શન લોક કર્યું, હાલમાં જ બંનેની ચેટ વાઈરલ થઈ હતી

2 મહિનો પહેલા
કરન તથા હિમાંશીએ પંજાબી સિરિયલમાં સાથે કામ કર્યું છે
  • કરન મેહરાનો પત્ની નિશા રાવલ સાથે ડિવોર્સ અંગે ઝઘડો ચાલી રહ્યો છે
  • નિશાએ કહ્યું હતું, તેના પતિનું એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે

હિમાંશી પરાશરે એપ્રિલ મહિનામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સની કમેન્ટનો ઢગલો થઈ જતા કરન અને હિમાંશીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કમેન્ટ સેક્શન લોક કર્યું છે. હિમાંશીએ પંજાબી શો 'માવાં ઠંડિયા છાવાં'ના સેટનો વીડિયો સેટ કર્યો હતો, જેમાં જમીન પર બેઠેલી હિમાંશીની મદદ કરવા કરણ આગળ આવે છે.

હિમાંશીની પોસ્ટનો કરણે જવાબ આપ્યો
હિમાંશીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, કરનનું કહેવું છે કે હું ડાઉન ટુ અર્થ પર્સન છું. મને ખબર છે આ બકવાસ છે. જવાબમાં કરણે લખ્યું, મેં કહ્યું એટલા બધા પણ નહીં કે તમે જમીન પર આવી જાઓ. હિમાંશીએ વળતા જવાબમાં લખ્યું, તમારા માટે અમે ગમે ત્યાં પડી જઈશું, કરણ જી.

હિમાંશીનું નામ કેમ ચર્ચામાં છે?
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ કરન મેહરાનો પત્ની નિશા રાવલ સાથે ડિવોર્સ અંગે ઝઘડો ચાલી રહ્યો છે. નિશાએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. પોલીસે ધરપકડ બાદ કરનને જામીન પર છોડ્યો હતો. નિશાએ કહ્યું હતું કે તેના પતિનું એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે. આ દરમિયાન કરન મેહરાની કો-સ્ટાર હિમાંશી પરાશર સાથેની તસવીરો સો.મીડિયામાં વાઈરલ થઈ છે.

પંજાબી સિરિયલમાં સાથે કામ કર્યું
કરન તથા હિમાંશીની જોડીએ પંજાબી સિરિયલ 'માવાં ઠંડિયા છાવાં'માં સાથે કામ કર્યું છે. આ બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. ચાહકો આ બંનેને #KavNi તરીકે ઓળખે છે. આ સિરિયલમાં કરન મેહરાએ પોલીસની ભૂમિકા ભજવી છે. બંનેનું પંજાબમાં જબરજસ્ત ફેન ફોલોઈંગ છે.

સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા
જોકે, જ્યારથી નિશાએ કરનના એકસ્ટ્રા મેરિટલ અંગે વાત કરી છે, ત્યારથી હિમાંશી પરાશર ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. કરને સો.મીડિયામાં હિમાંશી સાથેની અનેક તસવીરો શૅર કરી છે. એક સમયે આ તસવીરો પર યુઝર્સે ઘણી જ સારી કમેન્ટ્સ કરી હતી, પરંતુ હવે યુઝર્સ આ બંનેને ટ્રોલ કરી રહ્યાં છે. જોકે, પછીથી હિમાંશી તથા કરન બંનેએ પોતાના સો.મીડિયા અકાઉન્ટનું કમેન્ટ બોક્સ બંધ કરી દીધું હતું.

કોણ છે હિમાંશી પરાશર?
વર્ષ 2000માં ઉત્તર પ્રદેશમાં જન્મેલી હિમાંશીએ દિલ્હીની D.A.V પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે દિલ્હી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યૂટિક સાયન્સ એન્ડ રિસર્ચમાંથી ડિપ્લોમા ઈન ફાર્મસી કર્યું છે.

2018માં હિમાંશીએ બ્યૂટી સ્પર્ધા જીતી
વર્ષ 2018માં હિમાંશી મિસ ઈન્ડિયા ઉત્તર પ્રદેશ બની હતી. આ જ વર્ષે તેણે પંજાબી સોંગ 'ડાઉનલોડ'થી ગ્લેમર વર્લ્ડમાં ડેબ્યૂ કર્યું હતું. પરિવારમાં તેને એક ભાઈ તથા પેરેન્ટ્સ છે. તેના પિતા પોલીસમાં છે. તેણે ઘણી પંજાબી ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે.

નિશાએ શું કહ્યું હતું?

નિશાએ કહ્યું હતું, કરનનું કોઈ છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. કરન લાંબા સમયથી મને છેતરી રહ્યો છે, પરંતુ મને થોડાં મહિના પહેલાં કરનના મેસેજ વાંચ્યા બાદ સાચી વાતની જાણ થઈ હતી. મેં તે બંનેને સાથે જોયા હતા. મેં માત્ર પતિની ઈમેજ બચાવવા માટે આ વાત સાર્વજનિક કરી નહોતી. કરને પણ આ વાત મારી આગળ સ્વીકારી હતી કે તેના જીવનમાં અન્ય કોઈ યુવતી છે. આટલું જ નહીં, જ્યારે મેં તેને પૂછ્યું કે શું તમારી વચ્ચે શારીરિક સંબંધો છે, તો કરને એવો જવાબ આપ્યો હતો કે તે એ યુવતીને પ્રેમ કરે છે અને તેમની વચ્ચે શારીરિક સંબંધો છે. તે યુવતી દિલ્હીની છે. કરન જ્યારે પરિવારથી દૂર ચંદીગઢમાં ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે યુવતીને મળ્યો હતો અને તેમની વચ્ચે અફેર શરૂ થયું હતું.