તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરન મેહરાનો દાવો:હવે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ નૈતિકે પત્ની નિશા પર મારઝૂડનો આરોપ મૂકી કહ્યું, મને આત્મહત્યાનાં વિચાર આવતા હતા

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરને કહ્યું, નિશાએ જાતે દીવાલમાં માથું પછાડ્યું અને તેના ભાઈને મારું નામ આપ્યું
  • 31 મેના રોજ કરન વિરુદ્ધ પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ નૈતિક એટલે કે કરન મેહરા અને તેની પત્ની નિશા રાવલનાં ડોમેસ્ટિક વાયોલન્સ કેસમાં રોજ કંઇક નવા ખુલાસા થઈ રહ્યા છે. નિશા પછી હવે કરને પણ તેની પત્ની પર ચોંકાવનારા આરોપ મૂક્યા છે. તેણે દાવો કર્યો છે કે, નિશા પણ તેની સાથે મારઝૂડ કરે છે અને હું આ રિલેશનમાં એક એવા સ્ટેજ પર પહોંચી ગયો જ્યારે મને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા.

ચાર-પાંચ વર્ષથી અમારા વચ્ચે કઈ સરખું નથી
તે હંમેશાં ગુસ્સે રહેતી હતી અને શરુઆતમાં મને ફિઝિકલી અબ્યુઝ પણ કરતી હતી. તેને ગુસ્સો આવે છે તો તે મારઝૂડ કરવા લાગે છે. તેને ખબર પડતી નથી અને હાથમાં જે આવે તે તોડવા અને ફેંકવા લાગે છે. મને લાગતું હતું કે તે સુધરી જશે અને અમુક હદ સુધી થઈ પણ ગઈ હતી. પરંતુ તે ફરીથી એક્ટિવ થવા લાગી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી અમારા વચ્ચે કઈ સરખું નથી અને એક એવો દિવસ પણ આવી ગયો હતો જ્યારે હું આત્મહત્યા કરવાનું વિચારતો હતો.

અમે એકબીજા સાથે ખુશ નહોતા​​​​​​
ન્યૂઝ એજન્સી 'ANI' સાથેની વાતચીતમાં કરને કહ્યું હતું, 'અમારી વચ્ચે અણબનાવ હતો. અમે એકબીજા સાથે ખુશ નહોતા અને તેથી જ અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. મેં એમ વિચાર્યું કે આ અમારા દીકરા માટે સૌથી સારું હશે. જોકે, તેણે એલિમનીની જે રકમ માગી તે બહુ જ વધારે છે અને હું એટલી બધી રકમ આપી શકું તેમ નથી. આ મુદ્દે જ અમારી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને પછી ઝઘડો થયો હતો.'

31 મેના રોજ કેસ પોલીસ સામે આવ્યો
31 મેના રોજ પોલીસ સ્ટેશનમાં નિશાની ફરિયાદ પછી મુંબઈ પોલીસે કરનની ધરપકડ કરી હતી. તેના થોડા જ કલાક પછી તે જામીન પર છૂટી ગયો હતો. 1 જૂને નિશાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની આપવીતી કહી. તેણે કરન પર મારઝૂડનો આરોપ મૂક્યો અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો દાવો પણ કર્યો હતો. નિશાએ કહ્યું કે તે અનેક વાર કરનને માફ કરતી રહી પણ મારઝૂડ પછી તેને પોતાના દીકરા કાવિશ માટે મીડિયા સામે આવવું પડ્યું.

કરનનો દાવો-નિશાએ જાતે જ પોતાનું માથું અથડાવ્યું હતું
બીજી બાજુ કરને કહ્યું, મને પણ કાવિશની ચિંતા છે. પહેલાં હું ઈચ્છતો હતો કે મારો દીકરો નિશા પાસે રહે પણ હવે હું નથી ઈચ્છતો કે આ ઝઘડાની તેના પર કોઈ અસર થાય. પોતાના પર લાગેલા આરોપોને ફગાવી કરને કહ્યું, હું ક્યારેય તેની સાથે મારઝૂડ ના કરું. હું મારી માતા સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે તે મને બેડરૂમમાં ખેંચીને લાવી અને અચાનક મને તથા મારા પરિવારને ગાળો આપવા લાગી. તે મારા પર થૂંકી. મેં તેને રોકી તો તેણે મને કહ્યું, હવે જો શું થાય છે અને બીજી જ સેકન્ડે તેણે પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું. રૂમમાંથી બહાર આવીને તેના ભાઈ રોહિતને કહ્યું કે મેં તેને માર્યું. એ પછી રોહિતે મને માર્યો હતો.

31 મેના રોજ કરનની ધરપકડ કરવામાં આવી હતી
31 મેના રોજ નિશા રાવલે મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેણે પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઈલ કર્યો હતો. પોલીસે કરન મેહરાની ધરપકડ કરી હતી અને પછી તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.