વાઇરલ વીડિયો:કરન કુંદ્રાએ બેડરૂમ સિક્રેટ્સ ખોલ્યા, જણાવ્યું- 'પ્રેમિકા તેજસ્વી બેસ્ટ કિસર છે કે નહીં?'

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિયાલિટી શો 'લૉકઅપ'ની ગ્રાન્ડ ફિનાલેનો એક વીડિયો વાઇરલ થયો છે

કંગના રનૌતના રિયાલિટી શો 'લૉકઅપ'ની પહેલી સિઝન પૂરી થઈ ગઈ છે અને આ શો મુનવ્વર ફારુકીએ જીત્યો છે. ગ્રાન્ડ ફિનાલેનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જેલર કરન કુંદ્રા તથા લેડી લવ તેજસ્વી પ્રકાશનો છે. આ વીડિયોમાં કરન કુંદ્રા એક્ટ્રેસ કંગનાની સામે પોતાના બેડરૂમ સિક્રેટ્સ શૅર કરે છે.

કંગનાના સવાલોના જવાબ આપ્યા
વાઇરલ વીડિયોમાં કંગના જેલર કરન કુંદ્રા તથા તેજસ્વી સાથે ગેમ રમતી જોવા મળી હતી. કંગનાએ બંનેને રિલેશનશિપ અંગેના સવાલો પૂછ્યા હતા. કંગનાએ સૌ પહેલાં સવાલ કર્યો હતો કે બંનેમાંથી પઝેસિવ કોણ છે? આ સવાલના જવાબમાં બંને એકબીજાના નામ લે છે.

કંગનાએ પછી પૂછ્યું હતું કે બંનેમાંથી સારું કિસર કોણ છે? આ સવાલના જવાબમાં પણ બંને એકબીજાનું નામ લે છે. જોકે, કરન લેડી લવને કહે છે, 'કેમ શરમાય છે, આ 'લૉકઅપ' છે.' આ સાંભળીને તેજસ્વી કહે છે, 'અમે બંને ઘણાં જ સારા છીએ' જોકે, કરન એવો જવાબ આપે છે કે પહેલીવાર તું વધુ સારી હતી. તેજસ્વી કહે છે, 'પહેલી કિસમાં હું બેસ્ટ હતી.'

કંગનાએ આગળ સવાલ કર્યો હતો, 'કોને ટોપ પર રહેવું પસંદ છે?' પછી તરત જ કંગનાએ કહ્યું હતું, 'હું ગેમની વાત કરી રહી છું.' આના પર કરને તેજસ્વી તરફ ઈશારો કરીને કહ્યું હતું, 'ગેમમાં આને', પરંતુ 'હું ગેમની વાત કરતો નથી.' કરનનો આ જવાબ સાંભળીને તેજસ્વી અસહજ થઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું, 'આ શું થઈ રહ્યું છે?'

'બિગ બોસ'ના ઘરમાં પ્રેમ થયો
તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા 'બિગ બોસ 15'ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.