કૉફી વિથ કરન:કરન જોહરે આમિર ખાનને બેડરૂમ સીક્રેટ પૂછ્યું, એક્ટરના જવાબથી કરીના પણ હેરાન રહી ગઈ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર આમિર ખાન હાલમાં જ કરીના કપૂર સાથે 'કૉફી વિથ કરન'માં જોવા મળ્યો હતો. શોમાં આમિરે પર્સનલ ને પ્રોફેશનલ લાઇફ અંગે વાત કરી હતી. આ સાથે જ તેણે એ વાતનો અફસોસ વ્યક્ત કર્યો હતો કે તે સંતાનો જુનૈદ તથા આઇરાને વધુ સમય આપી શક્યો નહોતો. શોમાં કરને આમિરને અંગત સવાલો પણ પૂછ્યા હતા.

કામ માટે લાઇફ ડેડિકેટ કરી
ફેમિલી તથા કામ વચ્ચેના બેલેન્સ અંગે આમિરે કહ્યું હતું, 'મેં 18 વર્ષની ઉંમરથી કામ કરવાની શરૂઆત કરી હતી અને ત્યારથી જ તેણે પોતાનું જીવન કામ માટે ડેડિકેટ કર્યું હતું. મને લાગે છે કે મેં જે રીતે મારું કામ સંભાળ્યું તે રીતે મારા સંબંધો સંભાળ્યા નથી. આઇરા તથા જુનૈદ નાના હતા ત્યારે હું તેમની સાથે વધુ સમય પસાર કરી શક્યો નહીં.'

પરિવાર સાથે વધુ સમય પસાર કરું છું
આમિરે આગળ કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક મહિનાથી મને લાગે છે કે હું બદલાઈ ગયો છું. હવે હું મારા પરિવાર, બાળકો, કિરણના પેરેન્ટ્સ, રીનાના પેરેન્ટ્સને વધુ સમય આપું છું. હું કામને બદલે પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનું પસંદ કરું છું. જોકે, પહેલાં મારું મન તો માત્ર કામ અંગે જ વિચારતું હતું, પરંતુ હવે એવું નથી.'

કરને આમિરને પ્રાઇવેટ સવાલ પૂછ્યો
શોમાં કરન જોહરે આમિર ખાનને ઘણો જ અંગત સવાલ કર્યો હતો. કરને આમિરને સવાલ કર્યો હતો કે ધ વે ટૂ યોર બેડરૂમ ઈઝ? જવાબમાં આમિરે ઘણી જ નિર્દોષતાથી જવાબ આપ્યો હતો કે તે પોતાના બેડરૂમમાં હોલમાંથી થઈને જાય છે. પછી તે કોરિડોર ક્રોસ કરે છે અને તેનો બેડરૂમ આવે છે. તે અહીંયા સૂવા માટે જાય છે. આમિર જ્યારે જવાબ આપતો હતો ત્યારે કરીના-કરન હસી હસીને બેવડ વળી ગયા હતા. કરનનો આ સવાલ સાંભળીને કરીનાને પણ નવાઈ લાગી હતી. આ બંનેને હસતા જોઈને આમિરે બંનેને સવાલ કર્યો હતો કે બેડરૂમનો બીજો કયો રસ્તો જોઈએ?

ગયા વર્ષે આમિર-કિરણ અલગ થયા
આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આમિર તથા રીનાએ 2002માં ડિવોર્સ લીધા હતા. ત્યારબાદ કિરણ રાવ સાથે 2005માં લગ્ન કર્યા હતા. 2021માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી. કિરણ રાવ તથા આમિરને દીકરો આઝાદ રાવ છે. પ્રથમ લગ્નથી આમિરને દીકરી આઇરા તથા દીકરો જુનૈદ છે.