તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી ગુડ ન્યૂઝ:કપિલ શર્માની પત્ની ગિન્ની બીજીવાર પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા, આવતા વર્ષે બાળકને જન્મ આપશે

મુંબઈ6 દિવસ પહેલા

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા બીજીવાર પિતા બનવાનો હોવાની ચર્ચા થઈ રહી છે. કપિલની પત્ની ગિન્ની ચતરથ બીજા બાળકને જન્મ આપવાની છે. જોકે, કપિલ તથા ગિન્નીએ આ અંગે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી, પણ મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગિન્ની આવતા વર્ષે જાન્યુઆરીમાં બીજા બાળકને જન્મ આપે તેમ કહેવાયું છે. ગિન્નીને હાલમાં સાતમો મહિનો જઈ રહ્યો છે. તેની સારસંભાળ માટે કપિલની માતા પંજાબથી મુંબઈ આવ્યા છે.

ગિન્નીએ દુપટ્ટા પાછળ બેબી બમ્પ છુપાવ્યો હતો
હાલમાં જ કરવા ચૌથના સેલિબ્રેશન દરમિયાન કોમેડિયન ભારતી સિંહે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં ગિન્નીનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. જોકે, કપિલે જ્યારે દિવાળીમાં એક ફેમિલી ફોટો શૅર કર્યો હતો, જેમાં ગિન્ની ખુરશીની પાછળ ઊભી રહી હતી અને બેબી બમ્બ છુપાવ્યો હતો.

10 ડિસેમ્બર, 2019માં દીકરીનો જન્મ થયો
ગયા વર્ષે કપિલ શર્મા ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીના બે દિવસ પહેલાં જ દીકરીનો પિતા બન્યો હતો. ગિન્નીએ 10 ડિસેમ્બર, 2019ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. કપિલે દીકરીનું નામ અનાયરા રાખ્યું છે. કપિલ શર્મા તથા ગિન્ની ચતરથે 12 ડિસેમ્બર, 2018માં જલંધરમાં લગ્ન કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો