તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ કપિલ શર્મા શો:મે મહિનાથી કપિલ શર્માનો શો શરૂ થશે, સપનાનું પાત્ર ભજવનાર કૃષ્ણા અભિષેકે પુષ્ટિ કરી

મુંબઈએક મહિનો પહેલા

જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં 'ધ કપિલ શર્મા' ઓફએર થયો હતો. હવે આ શો નવી સિઝન સાથે પરત ફરશે. શોમાં સપનાનું પાત્ર ભજવનાર કૃષ્ણા અભિષેકે આ વાતની પુષ્ટિ કરી હતી. વાતચીતમાં કૃષ્ણાએ કહ્યું હતું, 'શો મે મહિનાથી કમબેક કરશે. હજી સુધી અમે ડેટ ફાઈનલ કરી નથી. આ વખતે શોમાં ઘણી બાબતો અલગ જોવા મળશે. સેટ ફરીથી બનાવવામાં આવશે. અમારો નવો સેટ હશે. આ સાથે કંઈક અલગ પણ જોવા મળશે.'

કપિલ શર્મા ઘણો જ ઉત્સાહમાં
ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જ્યારે કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે તે પોતાના પાત્ર સપનાને યાદ કરે છે તો તેણે જવાબમાં કહ્યું હતું, 'હું શોને ઘણો જ યાદ કરું છું, કારણ કે અમે ત્યાં ઘણી જ મસ્તી કરતા હતા. અમને ખ્યાલ જ ના રહેતો કે દિવસ ક્યારે પૂરો થઈ ગયો. કપિલ તથા હું ફોન પર શો અંગે ઘણી જ ચર્ચા કરીએ છીએ, કારણ અમે બંને ઈચ્છીએ છીએ કે શો ફરીથી ચાલુ થાય. તે પણ આ શો અંગે ઉત્સાહી છે.'

પહેલાં બે મહિનાના બ્રેકની વાત હતી
દોઢ મહિના પહેલાં કપિલ શર્માનો શો ઓફ એર થયો હતો. સૂત્રોના મતે, શરૂઆતમાં મેકર્સ માત્ર 2 મહિનાનો બ્રેક લઈને પરત લાવવા માગતા હતા. જોકે, હવે કોરોનાના કેસ વધતા શો બે મહિના બાદ શરૂ થશે નહીં.

હજી સુધી કમબેક અંગેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી
શોના નિકટના સૂત્રોના મતે, 'જે સમયે ચેનલે શોને બ્રેક આપવાનું નક્કી કર્યું હતું ત્યારે માત્ર બે મહિનાનો બ્રેક આપવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન કપિલ OTT માટે સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ ઉપરાંત તેની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ હતી. કપિલના પ્રોફેશનલ તથા પર્સનલ કમિટમેન્ટ્સને કારણે ચેનલે માર્ચ મહિનામાં શો કમબેક કરશે તેમ કહ્યું હતું. જોકે, હજી સુધી આ પ્લાન પર કંઈ જ કામ શરૂ કર્યું નથી. ચેનલ હવે માર્ચને બદલે થોડા મહિના બાદ કમબેક કરવાનું વિચારે છે.'

વધુમાં, 'કોરોનાના વધતા કેસને કારણે સરકાર અનેક નવી ગાઈડલાઈન બનાવી રહી છે. હજી કેટલાંક મહિના સુધી લાઇવ ઓડિયન્સની પરવાનગી આપવામાં આવશે નહીં. ફિલ્મ પણ રિલીઝ થશે કે નહીં, તે અંગે આશંકા છે. જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ નહીં થાય ત્યાં સુધી મેકર્સ આ શો અંગે કામ શરૂ કરશે નહીં.' ઉલ્લેખનીય છે કે 'ધ કપિલ શર્મા શો'નો છેલ્લો એપિસોડ 31 જાન્યુઆરી, 2021ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો