ગાર્ડ ગરમ, મંત્રી વધારે ગરમ:કપિલ શર્માના શોનાં ગેસ્ટ સ્મૃતિ ઈરાનીને ગાર્ડ ઓળખી ન શક્યો, નારાજ મંત્રી શૂટિંગ કર્યા વિના પરત ફર્યાં

5 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • સ્મૃતિ પોતાના પહેલા પુસ્તક 'લાલ સલામ'ના પ્રમોશન માટે કપિલના શો પર પહોંચ્યાં હતાં
  • શૂટિંગ કેન્સલ થતાં જ સેટ પર અફરાતફરી મચી ગઈ, હકીકતની જાણ થતાં ગાર્ડ લોકેશન પરથી ભાગી ગયો

પોતાના પુસ્તક 'લાલ સલામ'ના પ્રમોશન માટે કપિલ શર્માના શો પર પહોંચેલાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને સેટના ગાર્ડ ઓળખી ન શક્યા અને સેટ પર જતાં રોક્યાં હતાં. નારાજ મંત્રી શૂટિંગ કર્યા વગર પરત ફર્યાં. આ શો દ્વારા તેઓ પોતાના પુસ્તક વિશે વાત કરવાનાં હતાં.

જ્યારે કપિલ અને એની પ્રોડક્શનની ટીમને આ વાતની જાણ થઈ તો સેટ પર અફરાતફરી મચી ગઈ. ત્યાર બાદ પ્રોડક્શન ટીમે સ્મૃતિ ઈરાની સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું. ત્યાર બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી અને કપિલની પ્રોડક્શન ટીમ સાથે લાંબા સમય સુધી વાતચીત કરી. જ્યારે વાત ન બની તો પ્રોડક્શન ટીમે સેટ સાથે જોડાયેલા લોકોને ઘરે જવાનું કહી દીધું.

ઘણી સમજાવટ બાદ પણ ગાર્ડે એન્ટ્રી ન આપી
સૂત્રોના અનુસાર, કેન્દ્રીય મંત્રી તેમના ડ્રાઈવર અને બે લોકોની ટીમની સાથે શોના શૂટિંગ માટે સાંજે કપિલ શર્માના સેટ પર પહોંચ્યાં હતાં. એન્ટ્રસ ગેટ પર ત્યાંના સિક્યોરિટી ગાર્ડ અન્ના તેમને ઓળખી ન શક્યા અને તેમને અંદર જવા દીધાં નહીં. સ્મૃતિએ તેને જણાવ્યું કે તેમને સેટ પર એપિસોડના શૂટિંગ માટે ઈન્વાઈટ કરવામાં આવ્યાં છે અને તેઓ શોનાં સ્પેશિયલ ગેસ્ટ છે. તેના પર ગાર્ડે કહ્યું, અમને કોઈ આદેશ નથી મળ્યો, સોરી મેડમ તમે અંદર નહીં જઈ શકો.

મળતી માહિતી મુજબ, સ્મૃતિએ કપિલના શોની પ્રોડક્શન ટીમ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંથી તેમને કોઈ જવાબ મળ્યો નહોતો.
મળતી માહિતી મુજબ, સ્મૃતિએ કપિલના શોની પ્રોડક્શન ટીમ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંથી તેમને કોઈ જવાબ મળ્યો નહોતો.

ઝોમેટોનો ડિલિવરી બોય પૂછ્યા વગર અંદર ગયો
સ્મૃતિ ઘણા સમય સુધી ગાર્ડને સમજાવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં, પરંતુ ગાર્ડ ન માન્યો. ત્યારે ઝોમેટોનો ડિલિવરી બોય આવ્યો, ત્યાં અંદર કલાકારો માટે ફૂડ પેકેટની ડિલિવરી આપવા આવ્યો હતો, ગાર્ડે તેને પૂછ્યા વગર જવા દીધો. આ અંગે કેન્દ્રીય મંત્રી ઘણાં ગુસ્સે થયાં. જાણકારીના અનુસાર, તેમને પ્રોડક્શનની ટીમ અને કપિલ શર્માને ફોન પણ કર્યો, પરંતુ વાત ન થઈ શકી. આખરે નારાજ થઈને સ્મૃતિ ઈરાની શૂટ કર્યા વગર પરત ફર્યાં.

મંત્રીને રોકવાની જાણ થતાં જ ગાર્ડે ફોન બંધ કરી દીધો
જ્યારે સિક્યોરિટી ગાર્ડને એ વાતની ખબર પડી કે તેને જેમણે અંદર જવાથી રોકવામાં આવ્યાં અને તેમની એક પણ વાત ન સાંભળી તે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હતાં, તો ગભરાયને સેટ પરથી ભાગી ગયો. તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો છે. બીજી તરફ પ્રોડક્શન ટીમના સતત પ્રયાસો બાદ પણ સ્મૃતિ ઈરાનીને શૂટિંગ પર પરત ફરવા માટે મનાવી શકાયાં નહીં.

સ્મૃતિ ઈરાનીએ સાચી ઘટના પર આ થ્રિલર બુક ‘લાલ સલામ’ લખી છે અને તેમને આ પુસ્તક પૂરું કરવામાં લગભગ 10 વર્ષ લાગ્યાં છે.
સ્મૃતિ ઈરાનીએ સાચી ઘટના પર આ થ્રિલર બુક ‘લાલ સલામ’ લખી છે અને તેમને આ પુસ્તક પૂરું કરવામાં લગભગ 10 વર્ષ લાગ્યાં છે.

મંગળવારે સની દેઓલના દીકરાની ફિલ્મનું પ્રમોશન થયું
સ્મૃતિનો એપિસોડ ભલે શૂટ ન થઈ શક્યો, પરંતુ મંગળવારે કપિલ શર્માના સેટ પર સની દેઓલ પોતાના દીકરા કરણ દેઓલની અપકમિંગ ફિલ્મ ‘વેલ્લે’ના પ્રમોશનના શૂટિંગ માટે પહોંચ્યો. તેનો એપિસોડ શૂટ કરવામાં આવ્યો. હવે સ્મૃતિ ઈરાનીના પુસ્તક વિશે જાણવા માટે વાચકો અને દર્શકોએ થોડી રાહ જોવી પડી પડશે.

થ્રિલર બુક છે ‘લાલ સલામ’, લખવામાં 10 વર્ષનો સમય લાગ્યો
જાણકારીના અનુસાર, સ્મૃતિ ઈરાનીએ સાચી ઘટના પર આ થ્રિલર બુક ‘લાલ સલામ’ લખી છે અને તેમને આ પુસ્તક પૂરું કરવામાં લગભગ 10 વર્ષ લાગ્યાં છે. વેસ્ટલેન્ડ પબ્લિશિંગ કંપનીનું આ પુસ્તક 29 નવેમ્બરના રોજ માર્કેટમાં આવશે.