લાઈટ-કેમેરા-એક્શન:24 જૂનથી કપિલ ટીમ સાથે ધ કપિલ શર્મા શોનું શૂટિંગ કરશે, કોરોના વોરિયર્સ શોના મહેમાન બની શકે છે

2 વર્ષ પહેલાલેખક: કિરણ જૈન

કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ થવાનું છે. લોકડાઉન ખુલતા જ લગભગ ત્રણ મહિના પછી કપિલ અને તેની ટીમ શોનું શૂટિંગ શરૂ કરશે. સોની ચેનલે ટીમને 24 જૂન પછી શૂટિંગ કરવાની સલાહ આપી છે જેને લઈને આખી ટીમ ઉત્સાહિત છે.

ટૂંક સમયમાં અમારી રાહનો અંત આવશે: અર્ચના પૂરણ સિંહ 
આ વાતને કન્ફર્મ કરતા કપિલના કો-સ્ટાર અર્ચના પૂરણ સિંહે જણાવ્યું કે, જી હા, હાલ 24 જૂન પછી અમને શૂટિંગ કરવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. જોકે મને લાગે છે કે અમારે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે એક ફાઇનલ કન્ફર્મેશન માટે. ઘણા મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને દરેક નાની વાતને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમારી ટીમ ઘણી ખુશ છે આ પોઝિટિવ ન્યૂઝ સાંભળીને. અમે બધા શૂટિંગ કરવા માટે રાહ જોઈ રહ્યા હતા અને હવે ટૂંક સમયમાં અમારી રાહનો અંત આવશે.

સેફ્ટી અને ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને શૂટિંગ થશે 
તેણે આગળ જણાવ્યું કે, લોકડાઉન જાહેર થયા પહેલાં પણ પ્રોડક્શન ટીમ સેફ્ટીનું પૂરું ધ્યાન રાખતી હતી. અત્યારે સ્થિતિ વધુ ખરાબ છે પણ અમે સાવધાની રાખવામાં જરાપણ લાપરવાહી નહીં રાખીએ. સેફ્ટી અને ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને શૂટિંગ શરૂ થશે.

કોરોના વોરિયર્સ ગેસ્ટ બનીને આવી શકે છે 
સામાન્યરીતે બોલિવૂડ સ્ટાર્સ તેમની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે શોમાં આવતા હતા. લોકડાઉનને કારણે ફિલ્મ્સ રિલીઝ થઇ રહી નથી અને આવામાં શોમાં કોણ હાજરી આપશે આ વિશે અર્ચનાએ જણાવ્યું કે, અમારા શોમાં બોલિવૂડ સ્ટાર્ટ તો આવે જ છે પરંતુ સાથે સાથે સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ પણ હાજરી આપે છે. કોરોના વાઇરસે આ દુનિયાને ઘણું બધું શીખવ્યું છે. ઘણા લોકોએ કોવિડ 19 સામે જંગ જીતી છે, જેમ કે કોરોના વોરિયર્સ. આ લોકોને અમે શોમાં બોલાવીને વાતચીત કરી શકીએ છીએ. માત્ર બોલિવૂડ ગેસ્ટ જ નહીં, ઘણા બીજા ગેસ્ટ પણ જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...