આને કહેવાય ખરો કરોડપતિ:કપિલ શર્માને 'ધ કપિલ શર્મા શો'નો એક એપિસોડ હોસ્ટ કરવાના મળશે 50 લાખ રૂપિયા, મહિનાની કમાણી 4 કરોડ

મુંબઈ4 મહિનો પહેલા
  • ટૂંક સમયમાં 'ધ કપિલ શર્મા શો'ની નવી સીઝન શરૂ થશે
  • લાસ્ટ એપિસોડ 31 જાન્યુઆરી, 2021ના રોજ પ્રસારિત થયો હતો

કપિલ શર્માએ સંઘર્ષ બાદ આજે કોમેડીની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. કપિલ શર્માએ શરૂઆતમાં 'ધ કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શો હોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ કપિલે 'ધ કપિલ શર્મા શો' પ્રોડ્યુસ કર્યો હતો. જોકે થોડા સમય બાદ આ શો બંધ થઈ ગયો હતો. 2019માં સલમાન ખાને આ શો પ્રોડ્યુસ કર્યો હતો. એ સમયે કપિલને એક એપિસોડદીઠ 30 લાખ રૂપિયા મળતા હતા. ટૂંક સમયમાં શોની નવી સીઝન શરૂ થશે. આ વખતે કપિલની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

30 લાખમાંથી સીધા 50 લાખ
ચર્ચા છે કે કપિલ શર્માને હવે એક એપિસોડદીઠ 50 લાખ રૂપિયા મળશે, એટલે કે એક અઠવાડિયાના 1 કરોડ રૂપિયા મળશે. આ શો અઠવાડિયામાં બે દિવસ (શનિ-રવિ) આવે છે. આ રીતે કપિલ શર્માને એક મહિનામાં 4 કરોડ રૂપિયાની કમાણી થશે.

પંજાબમાં કપિલે થિયેટરમાં પણ કામ કર્યું હતું.
પંજાબમાં કપિલે થિયેટરમાં પણ કામ કર્યું હતું.

ડિજિટલ ડેબ્યુ કરશે
કપિલ શર્મા ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. વેબ શો માટે કપિલ શર્માએ 11 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. 'કપિલ શર્મા શો'ના એક એપિસોડમાં કૃષ્ણા અભિષેકે શત્રુધ્ન સિંહાને કહ્યું હતું કે ડિજિટલ ડેબ્યુ માટે કપિલને 20 કરોડ રૂપિયા મળ્યા છે. જોકે આ વાત સાચી છે કે નહીં એ અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

કપિલનું સાચું નામ શમશેર સિંહ
2 એપ્રિલ, 1981માં અમૃતસર, પંજાબમાં જન્મેલા કપિલનું અસલી નામ શમશેર સિંહ છે. તેણે 'લાફ્ટર ચેલેન્જ'ની ત્રીજી સીઝન જીતીને પોતાની અલગ જગ્યા બનાવી હતી. આ શો જીતવા બદલ કપિલને 10 લાખ રૂપિયા મળ્યા હતા. જીતેલી રકમમાંથી કપિલે પોતાની બહેનના લગ્ન કરાવ્યા હતા. હિંદી શોની સાથે સાથે કપિલે પંજાબી શોમાં પણ કામ કર્યું હતું. કપિલે ટોટલ 9 'લાફ્ટર' શો જીત્યા હતા.

કપિલે જ્યારે 'લાફ્ટર ચેલેન્જ 3' માટે અમૃતસરમાં ઓડિશન આપ્યું હતું ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. દિલ્હી જઈને ઓડિશન આપ્યું તો તેની પસંદગી કરવામાં આવી હતી. કપિલ શર્માએ પછી પોતાનો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શરૂ કર્યો હતો. આ શોની ક્રિએટિવ ડિરેક્ટર પ્રીતિ સિમોસ હતી. કપિલનું નામ પ્રીતિ સાથે ચર્ચાવા લાગ્યું હતું.

માર્ચ, 2017માં ઓસ્ટ્રેલિયાથી ભારત આવતી ફ્લાઈટમાં કપિલે દારૂ પીને સુનીલ ગ્રોવર સાથે ઝઘડો કર્યો હતો.
માર્ચ, 2017માં ઓસ્ટ્રેલિયાથી ભારત આવતી ફ્લાઈટમાં કપિલે દારૂ પીને સુનીલ ગ્રોવર સાથે ઝઘડો કર્યો હતો.

કપિલ વિવાદમાં પણ ફસાયો
કપિલ શર્મા વિવાદને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. એક મરાઠી અવોર્ડ ફંક્શનમાં કપિલ શર્માએ દારૂના નશામાં સિંગર મનોલી ઠાકુર, તનિષા મુખર્જી સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ વાત કપિલે ક્યારેય સ્વીકારી નથી અને માફી પણ માગી નથી.

કપિલે એક અવોર્ડ શો હોસ્ટ કરવા માટે 1.25 કરોડ રૂપિયા માગ્યા હતા. આટલું જ નહીં, ત્યાર બાદ વેનિટી વેન અંગે ઓર્ગેનાઈઝર્સને ઘણા જ હેરાન કર્યા હતા. કપિલે પોતાના શોમાં સ્ટાર્સને રાહ પણ જોવડાવી છે, જેમાં અજય દેવગનથી લઈ શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિંહ, કંગના રનૌતનાં નામ સામેલ છે.

કપિલે BMCના કર્મચારીઓ પર લાંચ લેવાનો આક્ષેપ મૂકીને PM નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં ટૅગ કર્યા હતા. ત્યાર બાદ ઓશિવારા ઓફિસમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે કપિલે દાવો કર્યો હતો કે બિલ્ડિંગનું બાંધકામ જે પ્લાન મંજૂર થયો હતો એ હિસાબે જ કરવામાં આવ્યું હતું.

કપિલે ગિન્ની સાથે રિયાલિટી શો 'હસ બલિયે'માં સાથે કામ કર્યું હતું.
કપિલે ગિન્ની સાથે રિયાલિટી શો 'હસ બલિયે'માં સાથે કામ કર્યું હતું.

કપિલ અનેક મહિનાઓ સુધી ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. ત્યાર બાદ તેણે બ્રેક લીધો હતો અને પછી 'ધ કપિલ શર્મા શો'ની સાથે કમબેક કર્યું હતું. કોમિક ટાઈ મિંગ તથા અંદાજને કારણે કપિલનો શો ઘણો જ લોકપ્રિય થયો છે. કપિલ 2017માં ફોર્બ્સના ભારતીય ટીવી સેલિબ્રિટીની યાદીમાં 17મા સ્થાને હતો.

બે સંતાનોનો પિતા
કપિલે 2018માં પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના એક વર્ષ બાદ બંને દીકરી અનાયરાના પેરન્ટ્સ બન્યા હતા. કપિલ બીજીવાર 2021માં દીકરાનો પિતા બન્યો. કપિલે ગિન્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે 'ધ કપિલ શર્મા શો' ઓફ એર કરવાનો નિર્ણય લીધો હતો. આ શોનો લાસ્ટ એપિસોડ 31 જાન્યુઆરી, 2021ના રોજ ટેલિકાસ્ટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...