કપિલ શર્મા પરિવાર સાથે અમૃતસર આવ્યો:ટ્રિપનો વીડિયો શૅર કર્યો; ફેમિલી સાથે છોલે ભટૂરે જમ્યો, ગોલ્ડન ટેમ્પલ પણ ગયો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડી કિંગ કપિલ શર્મા હાલમાં જ પત્ની ગિન્ની ચતરથ તથા બંને બાળકો સામે પોતાના વતન અમૃતસર આવ્યો હતો. કપિલે ટ્રિપનો એક વીડિયો પણ સો.મીડિયામાં શૅર કર્યો છે. નાનપણમાં તેણે જે જે જગ્યાએ ગયો હતો, તે તમામ જગ્યા વીડિયોમાં બતાવી છે. આ દરમિયાન તે પોતાના ગામ મિત્રો સાથે બેઠો હતો અને ટીચરને પણ મળ્યો હતો. પત્ની ગિન્ની સાથે અમૃતસરના છોલે ભટૂરેની મજા માણી હતી. ત્યારબાદ કપિલ દીકરી અનાયરા તથા દીકરા ત્રિશાન સાથે ગોલ્ડન ટેમ્પલ પણ ગયો હતો.

કપિલ શર્માએ અમૃતસરની ટ્રિપનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મારી કોલેજ, મારી યુનિવર્સિટી, મારા ટીચર્સ, મારો પરિવાર, મારું શહેર, ભોજન, આ ફીલિંગ તથા ગોલ્ડન ટેમ્પલ. તમારા આશીર્વાદ માટે બાબાજી ઘણો જ આભાર...' કપિલના આ વીડિયો પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. ચાહકોએ કપિલના ડાઉન ટુ અર્થ નેચરની પ્રશંસા કરી હતી.

'ધ કપિલ શર્મા શો' હાલમાં ચર્ચામાં
'ધ કપિલ શર્મા' હાલમાં ચર્ચામાં છે. આ શોમાં મોટાભાગે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા ક્રિકેટ જગતની હસ્તીઓ જોવા મળતી હોય છે. તાજેતરમાં શોમાં યુ ટ્યૂબર ખાનસર જોવા મળ્યા હતા. આ એપિસોડ ઘણો જ લોકપ્રિય થયો છે. હવે શોમાં મુંબઈના ડબ્બાવાળાની ટીમ જોવા મળશે. કપિલે હાલમાં જ મુંબઈ ડબ્બાવાળાની ટીમ સાથેની તસવીર શૅર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...