કપિલ શર્માએ ચાહકોની ડિમાન્ડ પૂરી કરી:કોમેડિયને બંને બાળકોની તસવીર શૅર કરી, કહ્યું- પબ્લિક ડિમાન્ડ પર અનાયરા-ત્રિશાન પહેલી જ વાર એક સાથે

મુંબઈ4 મહિનો પહેલા
  • કપિલ શર્માએ ફાધર્સ ડે પર દીકરાની પહેલી તસવીર શૅર કરી

કોમેડિયન કપિલ શર્માએ 20 જૂન, રવિવારના રોજ ફાધર્સ ડે પર ચાહકોની ખાસ ડિમાન્ડ પૂરી કરી હતી. કપિલે પોતાના દીકરા ત્રિશાનની પહેલી તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કપિલ શર્માના ખોળામાં ત્રિશાન તથા અનાયરા જોવા મળે છે. ત્રણેય કેક કટિંગ કરતાં હતાં. ત્રણેય વ્હાઈટ ટીશર્ટમાં હતા.

અનાયરા-ત્રિશાન પહેલી વાર એક સાથે
ફોટો શૅર કરીને કપિલ શર્માએ કહ્યું હતું, 'પબ્લિકની ભારે ડિમાન્ડ પર અનાયરા તથા ત્રિશાન પહેલી જ વાર એક સાથે. હેપ્પી ફાધર્સ ડે.' કપિલની પત્ની ગિનીએ 1 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો હતો.

સો.મીડિયામાં તસવીર વાઇરલ
કપિલ શર્માના દીકરાની તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ઉલ્લેખનીય છે કે કપિલ તથા ગિનીએ ડિસેમ્બર, 2018માં લગ્ન કર્યાં હતાં. 2019માં ગિનીએ દીકરીને જન્મ આપ્યો હતો.

એપ્રિલ મહિનામાં કપિલે દીકરાનું નામ જાહેર કર્યું હતું

નીતિ મોહને કપિલને વિશ કરીને કહ્યું હતું, 'હેપી બર્થડે ડિયરેસ્ટ કપિલ પાજી. તમને તથા તમારા પરિવારને પ્રેમ. હવે તો બેબીનું નામ કહી દો.' આ પોસ્ટ પર કપિલ શર્માએ કહ્યું હતું, 'આભાર નીતિ. આશા છે કે તમે તમારું સારી રીતે ધ્યાન રાખતા હશો. અમે તેનું નામ ત્રિશાન રાખ્યું છે.' ઉલ્લેખનીય છે કે ત્રિશાનનો અર્થ વિજય એવો થાય છે.