તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટારડમનો મિજાજ:કપિલ શર્મા મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં જોવા મળ્યો, ફોટોગ્રાફરોએ વીડિયો ઉતાર્યો તો ગુસ્સામાં તાડુક્યો, ‘ઉલ્લુ કે પઠ્ઠે’

મુંબઈ3 મહિનો પહેલા

કિંગ ઓફ કોમેડી એટલે કે કપિલ શર્મા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસેલો જોવા મળ્યો હતો. કપિલની આ તસવીરો સો.મીડિયામાં વાઈરલ થતાં જ ચાહકોને તેના સ્વાસ્થ્યની ચિંતા થઈ હતી. સો.મીડિયામાં ચાહકોએ કપિલની તબિયત અંગે પૃચ્છા કરી હતી. જોકે, કપિલને શું થયું છે તે અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ચાહકોએ કપિલની તબિયત જલદીથી સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે. જોકે, હવે કપિલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફોટોગ્રાફર્સ કપિલને તેની તબિયત પૂછે છે તો તે ગુસ્સે થઈ જાય છે.

બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો
કપિલ શર્મા બ્લેકઆઉટ ફિટમાં હતો. તેણે વ્હાઈટ રંગનો માસ્ક પહેર્યો હતો. કપિલ સાથે જે વ્યક્તિ હતો, તેણે PPE કીટ પહેરી હતી. એરપોર્ટ પર અચાનક જ કપિલને વ્હીલચેરમાં જોતા આસપાસના લોકોને પણ નવાઈ લાગી હતી. જોકે, કપિલે હજી સુધી પોતાની તબિયત અંગે કોઈ વાત કરી નથી.

ફોટોગ્રાફર્સે હાલચાલ પૂછ્યા હતા
ફોટોગ્રાફર્સ કપિલની તસવીર ક્લિક કરતાં હોય છે અને તેની તબિયત અંગે પૂછતા હોય છે. ફોટોગ્રાફર્સે પૂછ્યું હતું, 'કપિલ સર કેમ છો? સર વીડિયો લઈ રહ્યાં છીએ.' આટલું સાંભળીને કપિલે કહ્યું હતું, 'ઓય, પાછળ હટો તમે તમામ લોકો.' ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે, 'ઓકે સર. થેંક્યૂ સર.' કપિલ ગુસ્સે થઈને આગળ વધે છે અને કહે છે, 'ઉલ્લુના પઠ્ઠા.' તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર્સ કહે છે, 'સર, રેકોર્ડ થઈ ગયું છે.' તો કપિલ કહે છે, 'હા તમે રેકોર્ડ કરી લો, તમે ખરાબ વર્તન કરતાં રહો.' કપિલનું વર્તન જોઈને છેલ્લે ફોટોગ્રાફર્સ કહે છે, 'સર તમે વિનંતી કરી હોત તો અમે પાછળ હટી જાત.'​​​

હાલમાં જ દીકરાનો પિતા બન્યો
કપિલ શર્મા પહેલી ફેબ્રુઆરીએ બીજા સંતાનનો પિતા બન્યો હતો. કપિલની પત્ની ગિન્ની ચતરથે પહેલી ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. કપિલ શર્માએ સો.મીડિયામાં બીજા બાળકના વધામણાં આપ્યા હતા.

દીકરી અનાયરા સાથે કપિલ
દીકરી અનાયરા સાથે કપિલ

આ પહેલાં કપિલ આ વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે
આ પહેલાં પણ કપિલ શર્મા વિવાદને કારણે ચર્ચામાં રહ્યો છે. એક મરાઠી અવોર્ડ ફંક્શનમાં કપિલ શર્માએ દારૂના નશામાં સિંગર મનોલી ઠાકુર, તનિષા મુખર્જી સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ વાત કપિલે ક્યારેય સ્વીકાર નથી અને માફી પણ માગી નહોતી.

કપિલે એક અવોર્ડ શો હોસ્ટ કરવા માટે 1.25 કરોડ રૂપિયા માગ્યા હતા. આટલું જ નહીં ત્યારબાદ વેનિટી વેન અંગે ઓર્ગેનાઈઝર્સને ઘણાં જ હેરાન કર્યાં હતાં. કપિલે પોતાના શોમાં સ્ટાર્સને રાહ પણ જોવડાવી હતી, જેમાં અજય દેવગનથી લઈ શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિંહ, કંગના રનૌતના નામ સામેલ છે.

કપિલ અવાર-નવાર વિવાદને કારણે ચર્ચામાં રહે છે
કપિલ અવાર-નવાર વિવાદને કારણે ચર્ચામાં રહે છે

કપિલે BMCના કર્મચારીઓ પર લાંચ લેવાનો આક્ષેપ મૂકીને PM નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં ટૅગ કર્યાં હતાં. ત્યારબાદ ઓશિવારા ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, કપિલે દાવો કર્યો હતો કે બિલ્ડિંગનું બાંધકામ જે પ્લાન મંજૂર થયો હતો, તે હિસાબે જ કરવામાં આવ્યું હતું.

​​​​કપિલનો શો બંધ થયો
કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા' હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે કોરોનાને કારણે લાઈવ ઓડિયન્સ આવતી નથી. આ ઉપરાંત કોઈ ફિલ્મ પણ રિલીઝ થતી ના હોવાથી બોલિવૂડ સેલેબ્સ પણ શોમાં આવતા નથી. આ જ કારણે કપિલે થોડાં મહિના માટે શોને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે 3-4 મહિના પછી ફરી આ શો શરૂ થશે.

સુનીલ ગ્રોવર શોમાં પરત ફરે તેવી શક્યતા
સલમાન ખાને સુનીલ ગ્રોવર તથા કપિલ શર્મા વચ્ચે સુલેહ કરાવી હોવાની ચર્ચા છે. એવી પણ અટકળો થઈ રહી છે કે સુનીલ ગ્રોવર શોમાં પરત ફરી શકે છે. જોકે, હજી સુધી કપિલ કે સુનીલે આ મુદ્દે કોઈ ઓફિશિયલ વાત કરી નથી.

ડિજિટલ ડેબ્યૂ કરશે
કપિલ શર્મા નેટફ્લિક્સ પર ડિજિટિલ ડેબ્યૂ કરશે. કપિલે પોતાના ડેબ્યૂ શો અંગે વધુ માહિતી આપી નથી.

શોનું કમબેક દમદાર હશે
થોડાં સમય પહેલાં જ ભારતી સિંહે કહ્યું હતું, 'અમે બ્રેક લેવાના છીએ. અમે કંઈક નવું લઈને પાછા ફરીશું. ટીમ નવા પાત્રો સાથે કામ કરવા અંગે ઉત્સાહમાં છે. આગામી બે મહિનામાં ખાસ ફિલ્મ રિલીઝ થતી નથી. આથી જ ચેનલે બ્રેક આપવાનું નક્કી કર્યું હતું. એવું નથી કે અમે રજા પર છીએ. અમે મિટિંગ કરીને હોમવર્ક કરી છીએ અને ટીમ નવા પાત્રો સાથે કમબેક કરશે.'

કપિલ શર્માનો ફોટોગ્રાફર્સ સાથેના વિવાદનો વીડિયો

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો