ટ્રોલરને કપિલનો જવાબ:ભારતી સિંહને ટ્રોલ કરી રહેલા યુઝરને કપિલ શર્માએ કહ્યું, ‘જાડિયા, પહેલા તારી સાઈઝનો શર્ટ સિવડાવ’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

NCBની રેડમાં ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાના ઘર અને પ્રોડક્શન હાઉસમાંથી 865 ગ્રામ ગાંજો મળ્યો હતો. એ પછી કોમેડિયન ટ્રોલર્સના ધ્યાનમાં આવી ગઈ છે. હાલમાં જ એક ટ્વિટર યુઝરે ભારતી સિંહના ડ્રગ વિવાદમાં કમેન્ટ કરી તેને ટ્રોલ કરવા માગી પણ એ પછી ભારતીનો કો-એક્ટર કપિલે તેનો પક્ષ લઇને ટ્રોલરને જબરદસ્ત જવાબ આપ્યો.

ભાનુ પ્રતાપ સિંહ રાષ્ટ્રવાદી નામના એક યુવકે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું કે, ભારતીનું શું થયું? જ્યાં સુધી પકડાઈ નહોતી ત્યાં સુધી ડ્રગ્સ લેતી નહોતી. તે જ હાલત કદાચ તમારી છે, જ્યાં સુધી પકડાઈ ના જાઓ.

પોતાની જોરદાર વાતોથી લોકોનું મનોરંજન કરનારા કપિલ શર્માએ આ વાતની અવગણના કરવાને બદલે જવાબ આપવો યોગ્ય સમજ્યું. પરંતુ જવાબ આપવામાં કપિલ તેનું બોડી શેમિંગ કરી બેઠો. કપિલે જવાબમાં લખ્યું, જાડિયા, પહેલા તારી સાઈઝનો શર્ટ સિવડાવ. આ જવાબને લીધે કપિલને ટ્રોલ થવાનો વારો આવ્યો છે. થોડા સમય પછી કપિલે એ ટ્વીટ જ ડિલીટ કરી નાખ્યું.

ભારતી અને હર્ષને જામીન મળ્યા
ઘરમાંથી ડ્રગ્સ મળ્યા પછી ભારતી અને હર્ષને જેલ મોકલ્યા હતા, પરંતુ સોમવારે બંનેને 15 હજાર-15 હજારના બોન્ડ પર જામીન મળ્યા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ લેવાના આરોપમાં ભારતીની શનિવારે અને હર્ષની રવિવારે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...