વિવાદ / કપિલ શર્માએ કાયસ્થ સમુદાયની માફી માગી, કહ્યું- કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો તે ક્ષમા માગે છે

X

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 01:03 PM IST

મુંબઈ. કોમેડિયન કપિલ શર્માએ હાલમાં જ સોશિયલ મીડિયામાં કાયસ્થ સમુદાયની માફી માગી હતી. તેણે કહ્યું હતું કે ‘ધ કપિલ શર્મા શો’ના એક એપિસોડ દરમિયાન કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તે માફી માગે છે. 

પોસ્ટ શૅર કરી આ વાત કહી
કપિલ શર્માએ કહ્યું હતું, ‘ડિયર કાયસ્થ સમુદાય, સાંભળ્યું છે કે 28 માર્ચ, 2020ના રોજ પ્રસારિત થયેલા ‘ધ કપિલ શર્મા શો’ના એક એપિસોડમાં શ્રી ચિત્રગુપ્તજીના ઉલ્લેખ પર તમારી ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું અને મારી ટીમ તમામની માફી માગીએ છીએ. અમારો ઉદ્દેશ કોઈને પણ ઠેસ પહોંચાડવાનો નહોતો. તમે ખુશ રહો, સુરક્ષિત રહો, હસતા રહો, ઈશ્વરને આ જ પ્રાર્થના કરું છું. પ્રેમ તથા આદર સહિત નમસ્કાર.’

સૂત્રોના મતે, શોમાં કપિલ શર્માએ કરેલા એક જોકને લઈ કાયસ્થ સમુદાય નારાજ હતો. તેમણે પોતાની નારાજગી કપિલ શર્માને ફોન પર જણાવી હતી. તેમની વચ્ચે ચર્ચા થઈ હતી. ત્યારબાદ કપિલે સોશિયલ મીડિયામાં માફી માગી હતી. જોકે, આ પહેલી વાર નથી કે કપિલ પોતાના જોકને કારણે વિવાદમાં આવ્યો હોય. આ પહેલાં પણ કપિલ શર્માએ નર્સો પર ટિપ્પણી કરી હતી અને તેને કારણે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

ચાહકોએ કપિલની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી
કપિલના આ માફીનામા બાદ ચાહકોએ તેના વખાણ કર્યાં હતાં. એક યુઝરે કહ્યું હતું કે કપિલ અમે તને પ્રેમ કરીએ છીએ. આજના મુશ્કેલ સમયમાં ભારતને હસાવવા બદલ આભાર. લૉકડાઉનમાં તમારો એપિસોડ જોઈએ છીએ. અન્ય એક યુઝરે કહ્યું હતું કે વાંધો નહીં સર, તમારા એપિસોડ જોઈને સ્ટ્રેસ દૂર થાય છે. 

લૉકડાઉનમાં પરિવાર સાથે સમય પસાર કરે છે
એપ્રિલમાં કપિલ શર્માએ 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. નવરાત્રિની અષ્ટમી પર કપિલે દીકરી અનાયરાને લહેંગા ચોલી પહેરાવી હતી અને આની તસવીરો પણ શૅર કરી હતી. કપિલે સિંગર મિકા સિંહ સાથે મળીને ઓનલાઈન લાઈવ કોન્સર્ટ પણ કરી હતી. કપિલે પીએમ કેઅર ફંડમાં 50 લાખનું કોન્ટ્રીબ્યૂશન આપ્યું છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી