તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ:કોમેડિયન કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો, પત્ની ગિન્ની ચતરથે વહેલી સવારે દીકરાને જન્મ આપ્યો

4 મહિનો પહેલા

એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે દીકરાનો જન્મ થયો છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સારા સમાચાર આપ્યા છે. તેણે લખ્યું, ‘નમસ્કાર, વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનના આશીર્વાદથી માતા અને બાળક એમ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. બધાને અમારો પ્રેમ. ગિન્ની એન્ડ કપિલ. #gratitude.’

કપિલ શર્માએ જેવા આ ગુડ ન્યૂઝ શેર કર્યા કે તરત જ સેલેબ્સનાં અભિનંદન કમેન્ટ્સનો ઢગલો થઈ ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ખુશખબરી સાંભળીને પેરન્ટ્સને શુભકામના આપી રહ્યા છે.

પત્ની સાથે બીજા બાળકનું સ્વાગત કરવા શો ઓફ એર કર્યો
થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે કપિલ શર્માનો કોમેડી શો બંધ થઇ રહ્યો છે. જોકે ચેનલ તરફથી આ વાતની કોઈ પુષ્ટિ થઇ ન હતી. એવું જણાવાઈ રહ્યું છે કે કપિલ શર્માનો શો ટૂંક સમયમાં ઓફ એર થઇ રહ્યો છે અને નવી સીઝન સાથે કમબેક કરશે. કપિલે સોશિયલ મીડિયા પર એક ફેનના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે શો ઓફ એર એટલા માટે થઇ રહ્યો છે, કારણ કે તેને પત્ની સાથે ઘરે રહીને પોતાના બીજા બાળકનું સ્વાગત કરવું છે.

કપિલ અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બર,2018ના રોજ જલંધરમાં થયા હતા. ગિન્નીએ 2019માં દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો