તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કંગના રનૌતનો પર્સનલ બૉડીગાર્ડ અરેસ્ટ, લગ્નનું વચન આપીને રેપ તથા ચીટિંગ કર્યું હોવાનો આક્ષેપ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતનો પર્સનલ બૉડીગાર્ડ કુમાર હેગડેની પોલીસ ધરપકડ કરી લીધી છે. હેગડેને કર્ણાટકના તેના ગામડેથી પકડવામાં આવ્યો છે કુમાર હેગડે પર એક મહિલાએ લગ્નનું વચન આપીને તેની પર રેપ તથા છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ મૂક્યો છે. મહિલાએ કહ્યું હતું કે કુમારે તેની પાસેથી 50 હજાર રૂપિયા પણ લીધા હતાં અને તે પરત કર્યાં નથી.

પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે મુંબઈ પોલીસની એક ટીમ શનિવારે કુમાર હેગડેના કર્ણાટક સ્થિત માંડ્યાના હેગડાહલ્લીથી ધરપકડ કરી હતી. કુમાર હેગડે પર આક્ષેપ મૂકનાર મહિલાના સંપર્કમાં નહોતો અને ત્યારબાદ પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.

કંગનાની પાર્ટીમાં રેડ સર્કલમાં કુમાર હેગડે
કંગનાની પાર્ટીમાં રેડ સર્કલમાં કુમાર હેગડે

19મીએ પોલીસ ફરિયાદ કરી હતી
મુંબઈના ડી એન નગર પોલીસ સ્ટેશનમાં એક બ્યૂટીશિયનની ફરિયાદ બાદ કુમાર હેગડે નામના બૉડીગાર્ડ વિરુદ્ધ રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 30 વર્ષીય આ વિક્ટિમના મતે, કુમાર હેગડે બોલિવૂડ એક્ટ્રેસ કંગનાનો પર્સનલ બૉડીગાર્ડ છે. હેગડેએ તેને લગ્નની લાલચ આપીને તેની પર રેપ કર્યો હતો. આ કેસ બુધવાર, 19 મેની રાત્રે દાખલ કરવામાં આવ્યો હતો. કુમાર પર બંધારણની કલમ 376, 377 તથા 420 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. પીડિતાની મિત્ર દિવ્યા કોટિયને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઓન રેકોર્ડ આ આરોપોની પુષ્ટિ કરી છે. તો બીજી બાજુ કંગનાની ટીમે કહ્યું હતું કે કુમાર હેગડે લાંબા સમયથી રજા કરે છે. તેમને આ કેસની કોઈ માહિતી નથી.
પીડિતા 8 વર્ષ પહેલાં આરોપીના સંપર્કમાં આવી હતી.

બ્યૂટીશિયને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે આઠ વર્ષ પહેલાં આરોપીના સંપર્કમાં આવી હતી. ગયા વર્ષે જૂનમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ હેગડેએ તેની પર રેપ કર્યો હતો.

શું કહ્યું દિવ્યાએ?
દિવ્યાએ કહ્યું હતું, 'આરોપી કંગનાનો પર્સનલ બૉડીગાર્ડ છે. તે નવ વર્ષથી કંગનાના પર્સનલ બૉડીગાર્ડ તરીકે કામ કરે છે. હજી પણ તેના માટે જ કામ કરે છે. મારી મિત્ર સાથે આઠ વર્ષથી ઓળખાણ છે. બંને વચ્ચે છેલ્લાં એક વર્ષથી અફેર પણ હતું. લગ્નના નામ પર મારી મિત્રને દગો આપીને નાઝાયઝ સંબંધો બનાવ્યા હતા. મોટાભાગે તે શૂટ પર જ રહેતો હતો. મુંબઈ આવે ત્યારે મારી મિત્રના ત્યાં રોકાતો હતો. મિત્રની સાથે ગોળી તથા ડ્રગ્સ લઈને અપ્રાકૃતિક રીતે યૌન સંબંધ પણ બનાવતો હતો.'

વધુમાં દિવ્યાએ કહ્યું હતું, '27 એપ્રિલના રોજ જ્યારે મારી મિત્રે તેને કહ્યું કે તેની માતાનું અવસાન થયું છે, તો તેને ત્યાં જવાનું છે. ત્યાં ગયા બાદ કુમાર અને મારી મિત્ર વચ્ચે ચાર દિવસ સુધી વાતચીત થઈ હતી. જોકે, પછી 1 મેના રોજથી હેગડેએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ચાર-પાંચ દિવસ સુધી ફોન ઑફ આવ્યો ત્યારે મારી મિત્ર ડરી ગઈ હતી. તેણે અન્ય કેટલાંકને ફોન લગાવ્યા. કોમન મિત્રોએ કહ્યું હતું કે તેણે લગ્નનું ખોટું વચન આપ્યું છે. આ વાત સાંભળ્યા બાદ મારી મિત્ર ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યાં સુધી કે તે સુસાઈડ કરવાની હતી, પરંતુ મેં તેને સમજાવી હતી. ત્યારબાદ તેણે પોતાની જાતને સંભાળી અને પોલીસમાં કેસ કર્યો.'

અન્ય સમાચારો પણ છે...