તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:દયાભાભીના રોલમાં કાજલ પિસલ રિજેક્ટ થઈ, બોલી- ઓડિશન આપ્યા બાદ પછી કોઈએ કોલબેક જ ના કર્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક પાત્રો લોક હૈયામાં વસે છે. 2008માં શરૂ થયેલી આ સિરિયલ બહોળો ચાહક વર્ગ ધરાવે છે, પરંતુ છેલ્લાં ઘણાં સમયથી દિશા વાકાણી એટલે કે દયાભાભીનું પાત્ર જોવા મળતું નથી. દિશા વાકાણીએ 2017માં આ સિરિયલ છોડી દીધી હતી. મેકર્સ હવે નવાં દયાભાભી શોધી રહ્યાં છે. ટીવી એક્ટ્રેસ કાજલ પિસલે દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તેનું સિલેક્શન થયું નહોતું.

કાજલ પિસલ માટે મુશ્કેલી એ છે કે દયાબેનના ઓડિશન બાદથી તેનો અન્ય શો માટે અપ્રોચ કરવામાં આવતો નથી. કાજલ છેલ્લે 'સિર્ફ તુમ' સિરિયલમાં જોવા મળી હતી. કાજલ નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.

ઓડિશન આપ્યું, પરંતુ દયાબેનનો રોલ મળ્યો નહીં
કાજલ પિસલે 'ઇ ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દયાબેનના રોલ માટે તેણે ઓડિશન આપ્યું હતું. તેણે લાંબા સમય સુધી રાહ જોઈ, પરંતુ ફોન આવ્યો નહીં. પછી તેને ખબર પડી કે તેનું સિલેક્શન જ થયું નથી. કાજલે વધુમાં કહ્યું હતું કે કેટલાંક પ્રોડક્શન હાઉસને લાગી રહ્યું છે કે તે હવે દયાબેનનો રોલ કરી રહી છે. આથી જ તેનો કામ માટે અપ્રોચ કરવામાં આવતો નથી. તેણે ઓગસ્ટમાં દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું. તે આ અંગે કોઈ વાત કરવા માગતી નહોતી, કારણ કે તેણે માત્ર ઓડિશન આપ્યું હતું. તેણે ખાસ્સી રાહ જોઈ હતી, પરંતુ મેકર્સ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. તેને કોઈ ફોન ના આવ્યો તો તેને લાગ્યું કે તે સિલેક્ટ થઈ નથી.

કામ માટે અપીલ કરી
કાજલે વધુમાં કહ્યું હતું કે અન્ય પ્રોડક્શન હાઉસ ને કાસ્ટિંગ ડિરેક્ટર્સને લાગે છે કે તે 'તારક મહેતા..'માં દયાબેનનો રોલ કરવાની છે અને તેથી જ તેનો અપ્રોચ કરવામાં આવતો નથી. તેને એકવાર ફોન કરીને પૂછવામાં આવ્યું કે તેણે 'તારક મહેતા..' સિરિયલ સાઇન કરી છે? તે સ્પષ્ટ રીતે કહેવા માગે છે કે ઓડિશન આપ્યા બાદ સિરિયલના મેકર્સે તેનો સંપર્ક કર્યો નથી. તે નવા શો કરવા માટે તૈયાર છે.

કોણ છે કાજલ પિસલ?
કાજલ પિસલ 2007થી એક્ટિંગ કરિયરમાં છે. તેનો પહેલો શો 'કુછ ઇસ તરહ' હતો. ત્યારબાદ તે 'CID, 'અદાલત', 'બડે અચ્છે લગતે હૈ', 'એક હજારો મેં મેરી બહના હૈ', 'એક મુઠ્ઠી આસમાન'માં જોવા મળી હતી. કાજલે એકતા કપૂરની સિરિયલ 'નાગિન 5'માં પણ કામ કર્યું હતું.

દિશા વાકાણી બે સંતાનોની માતા છે
દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.

ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...