દિશા સલિયન સુસાઈડ:રશિમ દેસાઈએ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાથે આત્મહત્યાના એક દિવસ પહેલાં વાત કરી હતી, ઓક્ટોબરમાં બંને શિમલા ટ્રિપ પર જવાના હતાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતનાં સુસાઈડથી થોડા દિવસ પહેલાં જ તેની પૂર્વ મેનેજર દિશા સલિયને આત્મહત્યા કરી હતી. દિશા સેલિબ્રિટી મેનેજર હતી જે ઘણા લોકો સાથે કામ કરી ચૂકી હતી. તેણે 8 જૂને મુંબઈમાં 14મા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી, પરંતુ તેના સુસાઈડનું કારણ હજુ ખબર પડી નથી. તેની મિત્ર રશ્મિ દેસાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં દિશા સાથે તેના મૃત્યુના એક દિવસ પહેલા એટલે કે 7 જૂને કરી હતી. અમે બંનેએ મળવાનો પ્લાન પણ બનાવ્યો હતો.

રિપબ્લિક ટીવી સાથેની વાતચીતમાં રશ્મિએ કહ્યું કે, અમારા બંને વચ્ચે 7 જૂને નોર્મલ વાત થઇ હતી. અમે લાંબો સમય સુધી વાત નહોતી કરી કારણ કે અમે બંનેએ કહ્યું હતું કે, ફોન પર વધારે વાતચીત નહી કરી શકીએ. આથી અમે મળવાનો પ્લાન બનાવ્યો. બીજે દિવસે જ તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા. 8 જૂને થયેલી પાર્ટી વિશે મને ખબર નથી.

રશ્મિએ વધુમાં કહ્યું કે, 7 જૂને 5 મિનિટ થયેલી વાતચીતમાં અમે એક ટ્રિપ પ્લાન કરી હતી. બંને ઓક્ટોબરમાં શિમલા સાથે જવાના હતા. બિગ બોસ 13માં જવાથી અને મહામારીને લીધે છેલ્લા 7થી 8 મહિનાથી હું દિશાના કોન્ટેક્ટમાં નહોતી.

દિશાના બોયફ્રેન્ડ વિશે કઈ ના બોલી
રશ્મિએ 8 જૂને દિશાના ઘરે થયેલી પાર્ટી વિશે કઈ પણ ન જાણતી હોવાનું કહ્યું અને દિશાના બોયફ્રેન્ડ રોહન રાય વિશે પૂછ્યું તો પણ રશ્મિએ જવાબ આપવાની ના પાડી. રશ્મિ તેની સાથે પાર્ટી અટેન્ડ કરી ચૂકી છે. રોહન અને રશ્મિ એકસાથે પાર્ટીમાં હોય તેવા ફોટોઝ પણ છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન રશ્મિએ કહ્યું કે, છેલ્લા 5થી 6 વર્ષમાં માત્ર એકવાર જ દિશા સાથે વાત કરી છે. જો કે, બંને પાર્ટીમાં સાથે દેખાયા છે. તો બીજી તરફ ઓછી મિત્રતા હોવા છતાં ટ્રિપ પર સાથે જવાની વાત પર પણ પ્રશ્નો થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...