તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાન્સ દિવાને 3:જજ માધુરી દીક્ષિતની ફી પ્રતિ એપિસોડ 65-70 લાખ તો ધર્મેશની 8-10 લાખ રૂપિયા

મુંબઈએક મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • 'ડાન્સ દિવાને 3'ના જજ તથા હોસ્ટની પ્રતિ એપિસોડની ફી

હાલમાં ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દિવાને 3'માં માધુરી દીક્ષિત જજ તરીકે જોવા મળે છે. શોમાં માધુરીની સાથે કોરિયોગ્રાફર તુષાર કાલિયા તથા કોરિયોગ્રાફર ધર્મેશ યેલાંડે પણ છે. ત્રણ જજના કામનું ફોર્મેટ એક સમાન છે. જોકે, તેમને જે ફી મળે છે, તેમાં ઘણું જ અંતર છે. ગઈ બે સિઝનની જેમ ત્રીજી સિઝનમાં પણ 30-31 એપિસોડ દર્શકોને જોવા મળશે.

માધુરી દીક્ષિત

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત પહેલી તથા બીજી સિઝનમાં જજ તરીકે જોવા મળી હતી. સૂત્રોના મતે, માધુરીને પહેલી સિઝનમાં 55 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળતા હતા. બીજી સિઝનમાં માધુરીએ પોતાની ફી વધારીને 55-60 લાખ કરી હતી. હવે ત્રીજી સિઝનમાં માધુરીએ પોતાની ફી 65-70 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ રાખી છે.

ધર્મેશ યેલાંડે

બોલિવૂડ તથા ટીવીની જાણીતી પર્સનાલિટી ધર્મેશ યેલાંડે આ વખતે ફિલ્મમેકર શશાંક ખૈતાનની જગ્યાએ આવ્યો છે. શશાંક પોતાના અતિ વ્યસ્ત શિડ્યૂઅલને કારણે આ સિઝનમાં ભાગ લઈ શક્યો નહીં. ધર્મેશ આ પહેલાં 'ડાન્સ પ્લસ'ની પાંચ સિઝનમાં કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. આ ઉપરાંત 'મહારાષ્ટ્ર બેસ્ટ ડાન્સર'માં જજ બન્યો હતો.

તુષાર કાલિયા

માધુરીની જેમ જ તુષાર પણ શરૂઆતથી જ આ શોમાં જોવા મળ્યો છે. માનવામાં આવે છે કે તુષારને પહેલી સિઝનમાં 6 લાખ રૂપિયા મળતા હતા. ત્યારબાદ બીજી સિઝનમાં તેને 8 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. હવે ત્રીજી સિઝનમાં તેની ફી 10-12 લાખ પ્રતિ એપિસોડ છે.

રાઘવ જુયાલ (શોનો હોસ્ટ)

શોની પહેલી અને બીજી સિઝનને ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ હોસ્ટ કરી હતી. જોકે, ત્રીજી સિઝનમાં અર્જુનને બદલે ડાન્સર રાઘવને લેવામાં આવ્યો છે. રાઘવ પોતાના સ્લો મોશન ડાન્સ તથા ક્રોકરોક્સઝ ડાન્સ માટે જાણીતો છે. રાઘવે આ પહેલાં 'ડાન્સ પ્લસ' તથા 'ડાન્સ ચેમ્પિયન' જેવા શો હોસ્ટ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો