ઝલક દિખલા જા:લાલ સાડીમાં માધુરી દીક્ષિતની આગવી અદા, સો.મીડિયા યુઝર્સે કહ્યું- સર્જરી કરાવીને આવી છે?

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' 3 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. આ શોની દસમી સિઝન પાંચ વર્ષ બાદ આવી છે. શોમાં કરન જોહર, માધુરી દીક્ષિત તથા નોરા ફતેહી જજ પેનલ પર છે. હાલમાં જ આ શોના સેટ પરનો વીડિયો વાઇરલ થયો છે. આ શોના એક એપિસોડની થીમ રેટ્રો છે, જેમાં જજીસ તથા સ્પર્ધકો રેટ્રો લુકમાં જોવા મળ્યા હતા. 55 વર્ષીય માધુરી દીક્ષિત પણ રેટ્રો લુકમાં તૈયાર થઈને આવી હતી. જોકે, માધુરી પોતાના ચહેરા તથા લિપ્સને કારણે ટ્રોલ થઈ હતી.

લાલ સાડીમાં જોવા મળી
માધુરી દીક્ષિતે લાલ પોલકા ડોટ સાડી સાથે સિલ્વર બ્લાઉઝ પહેર્યો હતો. સાડીમાં માધુરી દીક્ષિત ઘણી જ સુંદર લાગતી હતી. માધુરીએ સેટ પર ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. માધુરીના ચહેરા પર ગજબનો ગ્લો જોવા મળ્યો હતો. આ ઉંમરમાં પણ માધુરીના ચહેરાની ચમક જોઈને યુઝર્સને નવાઈ લાગી હતી.

યુઝર્સે ટ્રોલ કરી
યુઝર્સે માધુરી દીક્ષિત વધુ પડતી સુંદર લાગતી હોવાનું કહ્યું હતું. આટલું જ નહીં યુઝર્સને માધુરીના હોઠનો આકાર પણ બદલાયેલો હોવાનું લાગ્યું હતું. યુઝર્સે કહ્યું હતું કે માધુરીએ લિપ સર્જરી કરાવી છે. ઘણાં યુઝર્સે સવાલ કર્યો હતો કે માધુરીએ બોટોક્સ લીધા છે? એક યુઝરે કહ્યું હતું કે ટૂ મચ બોટોક્સ. અન્ય એકે કહ્યું હતું કે ચહેરો ઘણો જ બદલાઈ ગયો છે. અન્ય એકે કહ્યું હતું કે ચહેરામાં કંઈક ગડબડ લાગે છે.

શોમાં કોણ કોણ પાર્ટિસિપન્ટ છે?
આ શોમાં પારસ કલનાવત, નિયા શર્મા, નીતિ ટેયલર, ધીરજ ધૂપર, ગશ્મીર મહાજની, શિલ્પા શિંદે, અમૃતા ખાનવિલ્કર, ઝોરાવર, રૂબીના દિલૈક, અલી અસગર, ફૈઝલ શેખ તથા ગુંજન સિંહા સ્પર્ધક છે. શોને મનિષ પૉલ હોસ્ટ કરે છે.

સેટ પર જજ તથા સ્પર્ધકોની ખાસ તસવીરો....

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા.
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા.
મરાઠી એક્ટ્રેસ અમૃતા ખાનવિલ્કર.
મરાઠી એક્ટ્રેસ અમૃતા ખાનવિલ્કર.
ટીવી એક્ટર ધીરજ ધૂપર.
ટીવી એક્ટર ધીરજ ધૂપર.
મનિષ પૉલ.
મનિષ પૉલ.
માધુરી દીક્ષિત.
માધુરી દીક્ષિત.
હોસ્ટ મનિષ પૉલ.
હોસ્ટ મનિષ પૉલ.
કરન જોહર.
કરન જોહર.
નોરા ફતેહી.
નોરા ફતેહી.
અન્ય સમાચારો પણ છે...