8 વર્ષીય ગુંજન સિંહા 'ઝલક દિખલાજા'ની વિનર બની:કહ્યું, 'પપ્પાને કાર ગિફ્ટમાં આપવી છે'

મુંબઈ4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખાલાજા 10'ની વિનર 8 વર્ષીય ગુંજન સિંહ બની છે. આસામમાં રહેતી ગુંજનને ટ્રોફીની સાથે સાથે 20 લાખ રૂપિયા પણ મળ્યા છે. ટોપ 3માં ગુંજન ઉપરાંત સો.મીડિયા ઇન્ફ્લૂઅન્સ ફૈઝળ શેખ તથા રુબીના દિલાઇક હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગુંજને કહ્યું હતું કે તે ડાન્સની સાથે સાથે અભ્યાસ પર પણ ફોકસ કરવા માગે છે. તેણે પપ્પાને કાર ગિફ્ટ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

પહેલા દિવસથી જ શો જીતવાની તૈયારી શરૂ કરી દીધી હતી
ગુંજને કહ્યું હતું, 'વિનિંગ ટ્રોફી પોતાના નામે કરીને ઘણું જ સારું ફીલ થાય છે. મારા પેરેન્ટ્સને મારી પર ગર્વ છે. તમામ સ્પર્ધકોએ ઘણી જ મહેનત કરી હતી, પરંતુ ટ્રોફી કોઈ એકને જ મળી શકે છે. જ્યારે પહેલી વાર સ્ટેજ પર ગઈ તો ઘણી જ નર્વસ હતી. મેં તો પહેલા દિવસથી જ શો જીતવાની તૈયારી શરૂ કરી દીધી હતી. અંતે મારી મહેનત રંગ લાવી.'

તમામ સ્પર્ધકોની તુલનાએ મારો સ્કોર વધારે હતો
'પાંચ વર્ષની ઉંમરથી મેં ડાન્સ શીખવાની શરૂાત કરી હતી. હું ટીવી જોઈને ડાન્સ કરતી. પપ્પાએ પછી ડાન્સ એકેડેમીમાં એડમિશન અપાવ્યું હતું. આ જર્ની દરમિયાન મેં વિવિધ ડાન્સ પર્ફોર્મ કર્યા હતા. જજીસને ઇમ્પ્રેસ કરવા સહેજ પણ સરળ નહોતા. મેં મારી પૂરી તાકાત લગાવી દીધી હતી અને મને હંમેશાં 10-10 માર્ક મળતા ગયા. હું આ વાતથી મોટિવેટ થતી હતી. તમામ સ્પર્ધકોની તુલનાએ મારો સ્કોર હંમેશાં વધારે રહ્યો હતો.

મોટી થઈને માધુરીમેમ તથા સલમાનસરને કોરિયોગ્રાફ કરવા માગું છું
'મને માધુરીમેમ ઘણાં જ પસંદ છે. તેમના એક્સપ્રેશન કમાલના છે. તે જે રીતે વાતો કરે છે, કમેન્ટ્સ આપે છે, તે ઘણું જ ગમે છે. આ શો પૂરો થતાં હું તેમને ઘણાં જ મિસ કરીશ. મારું સપનું છું કે હું મોટી થઈને માધુરીમેમ તથા સલમાનસરને કોરિયોગ્રાફ કરું, પરંતુ હાલમાં તો હું અભ્યાસ પર ફોકસ કરવા માગું છું.'

પપ્પા માટે કાર ખરીદવી છે
'20 લાખ રૂપિયામાંથી મારે પપ્પા માટે એક કાર લેવી છે. પપ્પાને કારનો ઘણો જ શોખ છે. મને મર્સિડિઝ ઘણી જ ગમે છે.'

અન્ય સમાચારો પણ છે...