તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Jaya Bachchan Raised Support For The Industry, Kamya Punjabi Came In Support, Said 'People Are Distracting, I Am Not Going To Be A Part Of This Circus'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડને બદનામ કરવાનું ષડયંત્ર:જયા બચ્ચનને સપોર્ટ આપી કામ્યા પંજાબીએ કહ્યું, ‘લોકોનું ધ્યાન ભટકી રહ્યું છે, મારે આ સર્કસમાં સામેલ થવું નથી’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા મુદ્દા લોકોની સામે આવી રહ્યા છે. ડ્રગ એન્ગલ શરુ થયા પછી બીજેપી સાંસદ અને એક્ટર રવિ કિશને સંસદમાં બોલિવૂડને ગટર કહી દીધું. આ વાતથી દુઃખી થઈને સપા સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં ઇન્ડસ્ટ્રી માટે અવાજ ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે, ડ્રગના ટોપિકની મદદથી બોલિવૂડને બદનામ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જયા બચ્ચનને પોતાના સાથી કલાકારો અને ઇન્ડસ્ટ્રીમાંથી અનેક લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ વાત પર ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ પોતાના વિચાર રજૂ કર્યા છે. કામ્યાએ કહ્યું કે, લોકો સુશાંતના કેસથી ભટકી રહ્યા છે.

શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી શોમાં દેખાઈ ચૂકેલી કામ્યા પંજાબીએ ટ્વીટ કરીને જયા બચ્ચનનો પક્ષ લીધો છે, તેણે લખ્યું કે, ‘ટીવી ઇન્ડસ્ટ્રીનો ભાગ હોવાથી મને લાગે છે કે સુશાંત આપણામાંથી જ એક હતો અને આપણને સૌને જાણવાનો હક છે કે 14 જૂને શું થયું હતું. મારો પક્ષ ચોખ્ખો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ત્યાંના લોકોને અપશબ્દો કહેવા ખોટું જ છે. લોકોનું ધ્યાન ભટકી રહ્યું છે અને હું આ સર્કસમાં સામેલ નહી થઉં. જયાજી તમને ઘણો બધો પ્રેમ.’

રવિ કિશને જયા બચ્ચનને જવાબ આપ્યો હતો
સંસદમાં રવિ કિશને ચોખ્ખા શબ્દોમાં ઇન્ડસ્ટ્રીને ગટર કહી હતી. આ વાત પર જયા બચ્ચનને દુઃખ થયું. એક્ટ્રેસે કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર કહ્યું કે, અમુક લોકોને લીધે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છબીને ધૂળમાં ના ભેળવી શકો. કાલે હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. જે થાળીમાં જમો છો, એ જ થાળીમાં થૂંકો છો. ખોટી વાત છે. ઇન્ડસ્ટ્રીને સરકારની સુરક્ષા અને સપોર્ટની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો