ઈન્ડિયન આઈડલ 12:જાવેદ અલીએ સિંગિંગ રિયાલિટી શોની પોલ ખોલતા કહ્યું, ‘દર્શકોને માત્ર એન્ટરટેઈનમેન્ટ અને મસાલો જ જોઈએ છે’

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાવેદ અલીએ શોનો પક્ષ ખેંચ્યો - Divya Bhaskar
જાવેદ અલીએ શોનો પક્ષ ખેંચ્યો
  • સિંગર જાવેદ અલીએ કહ્યું, હું જજ હતો તે શોમાં મને ક્યારેય કન્ટેસ્ટન્ટના વખાણ કરવાનું કહેવામાં આવ્યું નથી
  • ‘ઈન્ડિયન આઈડલ 12’ સીઝન વધુ લાંબી ચાલી અને અનેક વિવાદોનો ઢગલો થતો ગયો

સિંગર જાવેદ અલી સિંગિંગ રિયાલિટી શો વિશે વાત કરનારો લેટેસ્ટ સેલિબ્રિટી છે. સિંગર અમિત કુમારથી વિવાદ શરુ થયો હતો. તેમણે ઈન્ડિયન આઈડલની સીઝન 12માં આવીને કહ્યું હતું કે, સેટ પર મને તેમણે કન્ટેસ્ટન્ટના વખાણ કરવાનું કહ્યું હતું. એ પછી બીજા સિંગરે પણ શો વિશે પોલ ખોલી હતી. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અલી ખાને રિયાલીટી શોનાં કન્ટેસ્ટન્ટની ઈમોશનલ સ્ટોરીને લઈને વાત કરી છે. જાવેદે કહ્યું, હું એક શોમાં જજ હતો. અને એ શોમાં કન્ટેસ્ટન્ટ એટલા માટે વિનર બન્યો કારણકે તે બધા સાથે સારી રીતે વાત કરતો હતો.

લોકોને એન્ટરટેઈનમેન્ટ અને મસાલો જોઈએ છે
જાવેદ અલીએ કહ્યું, હું તમને કહી દઉં કે, લોકોને મનોરંજન અને મસાલો જોઈએ છે. તેઓ કન્ટેસ્ટનરની લાઈફસ્ટાઈલ જાણવા માટે ઉત્સુક રહે છે. હાલમાં જ એક શોમાં મેં પોતે પાર્ટિસિપેટ કર્યું હતું અને મારા શરુઆતના દિવસોની સ્ટ્રગલ વિશે વાત કરી હતી. થોડા સમય પહેલાં હું જ કન્ટેસ્ટન્ટને જજ કરી રહ્યો હતો તે જ મ્યુઝિક રિયાલિટી શો જીતી ગયો. કારણકે તે પોતાની વાતોથી બીજાનું મન મોહી લેતો હતો. અંતે હું એમ જ કહીશ કે, એક વ્યક્તિની પર્સનલ ઈચ્છા હોય કે તેને કોને વોટ આપવો છે. મને નથી લાગતું કે કોઈ દર્શકો મજબૂર થઈને કન્ટેસ્ટન્ટને વોટ આપતા હશે.

અમિત કુમારની વાત પર શું કહ્યું?
વધુમાં જાવેદે કહ્યું, મને ક્યારેય કોઈ શોમાં કોઈ પણ કન્ટેસ્ટન્ટના ખોટા વખાણ કરવાનું કહેવામાં આવ્યું નથી. અમિત કુમારની વાત મેં સાંભળી ત્યારે મને પણ આંચકો લાગ્યો હતો. કારણકે મારી સાથે તો આવું થયું નહોતું. મને જેવું લાગતું તેવું બોલતો હતો. મને કહેવામાં આવ્યું હતું કે, આ કામને ફેક ના બનાવો, કારણકે લોકોને ખબર પડી જાય છે કે તમે પ્રમાણિક નથી.

શોમાં અમિત કુમાર આવ્યા પછીથી વિવાદ શરુ થયા
શોમાં અમિત કુમાર આવ્યા પછીથી વિવાદ શરુ થયા

કિશોર કુમારના દીકરાએ રિયાલીટી શોની પોલ ખોલી હતી
ગત મહિને સિંગર અમિત કુમારે જાહેરમાં જણાવ્યું હતું કે, ઈન્ડિયન આઈડલમાં ગેસ્ટ તરીકે તેમણે કેટલાક કન્ટેસ્ટન્ટ્સની ખોટી પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું.

સુનિધિએ પણ પોલ ખોલી હતી
સુનિધિએ પણ પોલ ખોલી હતી

આ શોની સિઝન 5 અને 6માં જજ રહી ચૂકેલી સુનિધિ ચૌહાણને પણ કહ્યું હતું કે, તેમણે કેટલાક કન્ટેસ્ટન્ટ્સની ખોટી પ્રશંસા કરવા કહેવામાં આવ્યું હતું. તે દર વખતે તેનાથી સંમત નહોતી, તેથી તેણે આ શો છોડી દીધો હતો.

પ્રથમ સીઝનના વિજેતા અભિજીત સાવંતે પણ વિવાદમાં ઝંપલાવ્યું હતું
પ્રથમ સીઝનના વિજેતા અભિજીત સાવંતે પણ વિવાદમાં ઝંપલાવ્યું હતું

'ઈન્ડિયન આઈડલ'ની પ્રથમ સીઝનના વિજેતા અભિજીત સાવંતે કહ્યું હતું, હાલ મેકર્સ કન્ટેસ્ટન્ટના ટેલેન્ટને બદલે કોણ બૂટ પોલિશ કરે છે? કોણ વધારે ગરીબ છે? આ બધી વાતમાં વધારે રસ લે છે. તમારે રીજનલ રિયાલીટી શો જોવા જોઈએ, ત્યાં દર્શકો તેમના ફેવરિટ કન્ટેસ્ટન્ટના બેકગ્રાઉન્ડ વિશે કઈ જાણતા નથી. તેમનું ફોકસ માત્ર સિંગિંગ પર જ હોય છે, પરંતુ હિન્દી શો કન્ટેસ્ટન્ટની ટ્રેજિક અને દુખદ સ્ટોરીઓ દેખાડે છે. ફોકસ માત્ર તેના પર જ હોય છે. આ જે પણ થઈ રહ્યું છે તેના માટે માત્ર મેકર્સ જ નહીં પણ ઓડિયન્સ પણ એટલી જ જવાબદાર છે, તેઓ પણ આવા ડ્રામા એન્જોય કરે છે.

રિયાલિટી શોની વાસ્તવિકતા
કોન્ટ્રાક્ટ હોવાને કારણે હાલના કન્ટેસ્ટન્ટ અને ગેસ્ટ મીડિયા સાથે વાત કરતા નથી, પરંતુ કેટલાક પૂર્વ કન્ટેસ્ટન્ટ અને જજે 'દિવ્ય ભાસ્કર'ને જણાવ્યું કે લોકોની લાગણીઓ જાગૃત કરવા માટે આખો ડ્રામા ક્રિએટ કરવામાં આવે છે. શોમાં કોણ કોને ક્યારે શું બોલશે, તેની આખી સ્ક્રિપ્ટ હોય છે. જો કોઈ સ્ક્રિપ્ટની બહારનું કંઈ બોલે છે તો તે ભાગ એડિટ થઈ જાય છે. માત્ર 30-40 મિનિટના શોનું શૂટિંગ આઠ-આઠ કલાક ચાલે છે. કયા એપિસોડમાંથી કયા કન્ટેસ્ટન્ટને આગળ લઈ જવાનો છે, તે પણ પહેલાથી જ નક્કી હોય છે. બધાને ખાસ સૂચના આપવામાં આવે છે કે દર વખતે બધા માટે સારું જ બોલવાનું છે.

માત્ર ગ્રાન્ડ ફિનાલે જ લાઈવ હોય છે
'પદ્માવત' અને 'પીકે' જેવી ફિલ્મોમાં ગીત ગઈ ચૂકેલા 'ઈન્ડિયન આઈડલ'ની પાંચમી સિઝનના ફાઈનાલિસ્ટ રહેલા સ્વરૂપ ખાને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, માત્ર ગ્રાન્ડ ફિનાલેનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. તેને છોડીને બાકીના બધા એપિસોડ પ્રી રેકોર્ડેડ હોય છે. સ્વરૂપે જણાવ્યું કે, બધા જજને અને ગેસ્ટને કહેવામાં આવે છે કે કન્ટેસ્ટન્ટ્સને મોટિવેટ કરવાના છે.