તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોરોના:'જમાઈ રાજા' ફેમ એક્ટર રવિ દુબે કોરોના પોઝિટિવ, કહ્યું- મારા નજીકના અને પ્રિય લોકો મારી સંભાળ રાખી રહ્યા છે

4 મહિનો પહેલા

દેશમાં કોરોનાની બીજી લહેરથી બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી પર ખરાબ અસર થઈ છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટીઝ પણ આ વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. હવે ટીવી એક્ટર રવિ દુબે પણ કોરોના સંક્રમિત થઈ ગયો છે. આ વાતની જાણકારી તેણે જાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. પોઝિટિવ આવ્યા બાદ રવિએ પોતાને ઘરે ક્વોરન્ટિન કરી દીધો છે. તે ઉપરાંત તેણે છેલ્લા થોડા સમયમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ ટેસ્ટ કરાવવા માટે વિનંતી પણ કરી છે.

મારા નજીકના અને પ્રિય લોકો મારી સંભાળ રાખી રહ્યા છે
ટીવી સિરિયલ 'જમાઈ રાજા' ફેમ એક્ટર રવિ દુબેએ પોસ્ટ શેર કરીને લખ્યું, હાય મિત્રો, અત્યારે મને મારો કોવિડ ટેસ્ટ રિપોર્ટ મળ્યો અને તે પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસમાં જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને સલાહ આપીશ કે તેઓ પોતાની સંભાળ રાખે અને તેના લક્ષણો પર ધ્યાન આપે. જો કોઈ લક્ષણ હોય તો પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લો. મેં મારી જાતને હોમ આઈસોલેટ કરી લીધી છે અને મારા નજીકના અને પ્રિય લોકો મારી સંભાળ રાખી રહ્યા છે. સુરક્ષિત રહો, પોઝિટિવ રહો. ભગવાન તામારા બધાનું ધ્યાન રાખે.

અન્ય સમાચારો પણ છે...