તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીવી એક્ટ્રેસ આર્થિક તંગીમાં:'ઈશ્કબાઝ' એક્ટ્રેસ નિશી સિંહને દોઢ વર્ષમાં બીજીવાર લકવો માર્યો, આર્થિક તંગીનો સામનો કરતાં પતિ સંજયે મદદ માગતા કહ્યું- 'સારવાર માટે પૈસા જોઈએ, ઘર પણ ગિરવે મૂકેલું છે'

મુંબઈ7 મહિનો પહેલા

'ઈશ્કબાઝ', 'કૂબૂલ હૈ', 'તેનાલી રામા' તથા 'હિટલર દીદી' જેવી અનેક સિરિયલમાં કામ કરી ચૂકેલ નિશી સિંહ પેરેલાઈઝડ થઈ ગઈ છે. દોઢ વર્ષમાં એક્ટ્રેસને બીજીવાર લકવો માર્યો છે. છેલ્લાં ઘણાં સમયથી નિશીની સારવાર ચાલે છે અને આ જ કારણે પરિવાર હવે આર્થિક તંગીનો સામનો કરે છે.

એક્ટ્રેસે પતિ સંજય સિંહ લેખક તથા એક્ટર છે, પરંતુ પત્નીની દેખરેખ માટે તેમણે પોતાનું કામકાજ છોડી દીધું છે. તેમના બાળકો નાના છે અને લકવો હોવાને કારણે નિશીને દરેક કામમાં મદદની જરૂર પડે છે. આ સમયે પતિ સંજય ઘરે રહે છે. સારવાર માટે કપલની તમામ બચત પૂરી થઈ ગઈ છે. ગરીબીને કારણે ઘર પણ ગિરવે મૂક્યું છે. સંજય હવે પત્નીની સારવાર માટે અન્ય લોકો પાસેથી આર્થિક મદદ માગે છે.

'ઈશ્કબાઝ', 'કૂબૂલ હૈ', 'તેનાલી રામા' તથા 'હિટલર દીદી' જેવા શોમાં જોવા મળી
'ઈશ્કબાઝ', 'કૂબૂલ હૈ', 'તેનાલી રામા' તથા 'હિટલર દીદી' જેવા શોમાં જોવા મળી

લકવાને કારણે યાદશક્તિ જતી રહી
સંજયે પત્નીની તબિયત તથા સારવાર અંગે વાત કરતાં બોમ્બે ટાઈમ્સને કહ્યું હતું, 'નિશી ગયા વર્ષે લકવાને કારણે ઘરમાં પડી ગઈ હતી અને ત્યારબાદ સાતથી આઠ દિવસ હોસ્પિટલમાં દાખલ રહી હતી. આ સમયે તે કોઈને પણ ઓળખી શકતી નહોતી. અમે પછી તેને ઘરે લઈ આવ્યા હતા અને તે ધીમે ધીમે સાજી થઈ રહી હતી. જોકે, આ વર્ષે રક્ષાબંધનની આસપાસ તેને બીજીવાર લકવો માર્યો અને તેનું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું. હવે તેને દરેક કામ માટે મદદની જરૂર પડે છે.'

પત્નીની દેખરેખ માટે કામ છોડવું પડ્યું
નિશી તથા સંજયને બે બાળકો છો. મોટી દીકરો 19 વર્ષનો છે. તે નાના-નાની સાથે દિલ્હીમાં રહે છે. દીકરી 16 વર્ષની છે. દીકરીની ઉંમર નાની હોવાથી તે એકલી માતાનું ધ્યાન રાખી શકે તેમ નથી. આથી જ સંજય પત્નીની દેખરેખ રાખે છે. બીમાર પત્નીની સારવાર તથા તેની દેખરેખને કારણે સંજય કોઈ કામ કરી શકે તેમ નથી. કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

આર્થિક મદદ માગી
નિશીની સારવારમાં પરિવારની બચત પૂરી થઈ ગઈ છે. સંજય હવે લોકો પાસે આર્થિક મદદ માગી રહ્યો છે. સંજયે કહ્યું હતું, 'નિશીની તબિયત હવે સારી છે, પરંતુ આગળની સારવાર માટે પૈસાની જરૂર છે. છેલ્લા બે વર્ષમાં તમામ બચત પૂરી થઈ ગઈ છે. ફ્લેટ પણ ગિરવે મૂકી દીધો છે. હું આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે જ મારા પરિવારે મારો સાથ છોડી દીધો હતો. અમે સંઘર્ષ કરીએ છીએ અને અમારે મદદની જરૂર છે.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો