કૌન બનેગા કરોડપતિ 12:IPS મોહિતા શર્મા શોની બીજી કરોડપતિ બની, અમિતાભ બચ્ચન પણ ટ્વિટર પર ફોલો કરે છે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

'કૌન બનેગા કરોડપતિ 12'માં ગયા અઠવાડિયે રાંચી, ઝારખંડની નાઝિયા નસીમ એક કરોડ રૂપિયા જીતીને સિઝનની પહેલી કરોડપતિ બની હતી. નાઝિયાએ સાત કરોડનો સવાલ ક્વિટ કર્યો હતો. હવે, શોમાં બીજી કરોડપતિ મોહિતા શર્મા જોવા મળશે.

હાલમાં જ સોની ટીવીએ શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો હતો. આ પ્રોમોમાં બીજી કરોડપતિ મોહિતા શર્મા ગર્ગનો પરિચય આપવામાં આવ્યો હતો. મોહિતાએ 15 સવાલોનો સાચો જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યા છે. હવે 17 નવેમ્બર એટલે કે આજે મોહિતા સાત કરોડ રૂપિયાનો જેકપોટ સવાલનો સામનો કરશે.

અમિતાભ બચ્ચન ટ્વિટર પર ફોલો કરે છે

IPS અધિકારી મોહિતા હાલમાં જમ્મુ-કાશ્મીરના બારી બ્રાહ્મણા શહેરમાં પોસ્ટેડ છે. અમિતાભના ટ્વિટર પર 44.60 મિલિયન ફોલોઅર્સ છે. અમિતાભ બચ્ચન પોતાના અકાઉન્ટથી 1796 લોકોને ફોલો કરે છે, જેમાં IPS ઓફિસર મોહિતા શર્મા પણ સામેલ છે. મોહિતાના ટ્વિટર પર માત્ર 1718 ફોલોઅર્સ જ છે.

30 વર્ષીય IPS અધિકારી મોહિતાના પતિ રૂષાલ ગર્ગ પણ સિવિલ સર્વન્ટ છે. બંનેએ ગયા વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કર્યાં હતાં. મોહિતાને રસોઈ બનાવવાનો તથા ગાવાનો શોખ છે.

મોહિતા શર્મા પહેલા રાંચીની નાઝિયા નસીમે 1 કરોડ રૂપિયા જીત્યા હતાં. જોકે, સાત કરોડના સવાલ પર તે કન્ફ્યૂઝ થઈ ગઈ હતી અને તેણે શો ક્વિટ કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નાઝિયાએ કહ્યું હતું કે સાત કરોડના સવાલનો જવાબ તેને આવડતો હતો પરંતુ વધુ વિચારવાને કારણે તે કન્ફ્યૂઝ થઈ હતી. એક કરોડ રૂપિયા ગુમાવવાના ડરથી તેણે શો ક્વિટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...