તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી પર ખાસ સેલિબ્રેશન:'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની ટપ્પુસેનાએ ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી, ચંપક ચાચા ગિફ્ટ લઈને પહોંચ્યા

5 મહિનો પહેલા

જ્યાં એક તરફ મોટા ભાગના ટીવી શોમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે ત્યાં બીજી બાજુ સબ ટીવીના પોપ્યુલર કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની કાસ્ટે બીજા સાથે દિવાળીની ખુશી વહેંચવાનો નિર્ણય લીધો. દિવાળીના અવસર પર શોની ટપ્પુ સેનાએ ઝૂંપડી વિસ્તારનાં ગરીબ બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો અને તેમની દિવાળી યાદગાર બનાવી. આ દરમિયાન ચંપક ચાચા એટલે કે બાપુજીએ પણ બાળકો સાથે હાજરી આપી હતી.

રંગોળી, મીઠાઈ અને ફટાકડા સાથે હેપ્પી થઇ બાળકોની દિવાળી
દિવાળી પર ટપ્પુસેનાના ટપ્પુ, ગોગી, ગોલી, પિંકુ અને સોનુ સેલિબ્રેશન માટે મુંબઈના એક ઝૂંપડી વિસ્તારના ગરીબ બાળકોની મુલાકાત માટે પહોંચ્યા હતા. બધાં બાળકો તેમની સાથે રંગોળી, મીઠાઈ, ફટાકડા લઈને ગયા અને જેનાથી ગરીબ બાળકોની દિવાળી ખાસ બની શકી.

ફોટો ક્રેડિટ- પિન્કવીલા.
ફોટો ક્રેડિટ- પિન્કવીલા.

ગરીબ બાળકોમાં કપડાં અને મીઠાઈ વહેંચી
આ સેલિબ્રેશનના અમુક ફોટા પણ સામે આવ્યા છે, જેમાં ટપ્પુસેનાએ બાળકો સાથે ખૂબ ડાન્સ પણ કર્યો છે. બધા એક્ટર્સ ટ્રેડિશનલ કપડાંમાં હતાં. તેમણે ગરીબ બાળકોને કપડાં અને મીઠાઈ પણ વહેંચી. સેલિબ્રેશન દરમિયાન કાસ્ટે કોરોનાને ધ્યાનમાં રાખીને બધી સાવચેતી પણ રાખી હતી.

હાલમાં જ તારક મેહતા શોના 3 હજાર એપિસોડ પૂરા થયા છે. શો છેલ્લાં 12 વર્ષથી સતત દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. હાલ TRP બાબતે શોને સારો રિસ્પોન્સ નથી મળ્યો. ગયા અઠવાડિયે શો TRP ચાર્ટમાં 5મા નંબર પર હતો, જોકે આ અઠવાડિયે શો ફરી ટોપ 5 શોના લિસ્ટમાંથી બહાર છે.

કૌન બનેગા કરોડપતિ 12:IPS ઓફિસર મોહિતા શર્મા શોના બીજાં કરોડપતિ બન્યાં, કહ્યું- 'કોઈ સપનું એવું નથી જે આ પૈસા પૂરા કરી શકે, દેશની સેવા કરવા ઈચ્છું છું'

ટ્રોલ:અંકિતાએ બોયફ્રેન્ડ વિકી સાથેની રોમેન્ટિક તસવીર શૅર કરી તો સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- સુશાંતને ભૂલી ગઈ?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો