ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી અવૉર્ડ્સ 2022 રવિવાર, 6 માર્ચના રોજ યોજાઈ ગયા. અવૉર્ડ શોમાં બોલિવૂડ તથા ટીવીના જાણીતા સેલેબ્સ આવ્યા હતા. શોમાં આલિયા ભટ્ટ, વાણી કપૂર, નિયા શર્મા, હિના ખાનથી લઈ કરન જોહર, રણવીર સિંહ સહિતના કલાકારો આવ્યા હતા.
આલિયા ભટ્ટે 25 હજારની સાડી પહેરી
આલિયા ભટ્ટ સિલ્વર રંગની સાડીમાં જોવા મળી હતી. આ સાડી 25 હજાર રૂપિયાની હતી. રેડ કાર્પેટ પર આલિયાએ રાખી સાવંત સાથે થોડી વાતો કરી હતી. ત્યારબાદ રણવીર સિંહ અને રાખીએ ડાન્સ કર્યો હતો. રાખી સાવંત બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેણે માથામાં મોટું રોઝ ભરાવ્યું હતું.
બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળ્યા
કરન જોહર બ્લેક ફ્લોરલ સૂટમાં હતો. વાણી કપૂરે બ્લેક એન્ડ પિંક સાડી પહેરી હતી. શત્રુધ્ન સિંહા પત્ની પૂનમ સાથે આવ્યા હતા. ડિરેક્ટર કબીર ખાન, કોમેડિયન જેમી લિવર, એક્ટર આદિત્ય સીલ, ડિનો મોરિયા પણ આવ્યા હતા.
ટીવી સ્ટાર્સનો ગ્લેમરસ અંદાજ
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા વ્હાઇટ ફિશનેટ ગાઉનમાં જોવા મળી હતી. રવિ દૂબે બ્લેક સૂટમાં હતો. રશ્મિ દેસાઈ, કાશ્મીરા શાહ પણ આવ્યા હતા. હિના ખાન ઑફ શોલ્ડર બ્લેક ગાઉનમાં હતી. હિના ખાનને ફિલ્મ 'લાઇન્સ' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ હર્ષદ ચોપરાને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. 'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલી પતિ ને દીકરા સાથે આવી હતી.
અવૉર્ડ વિનરનું લિસ્ટ
તસવીરોમાં જુઓ ITA અવોર્ડ....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.