તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગ:તદ્દન અનોખો મ્યૂઝિક રિયાલિટી શો, 'દિવ્ય ભાસ્કર ગુજરાત રૉકર્સ' સહિત છ ટીમ જોવા મળશે

મુંબઈ17 દિવસ પહેલા

ઝી ટીવી પર ટૂંક સમયમાં હાઈ બજેટ સંગીત રિયાલિટી શો 'ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગ' શરૂ થવા જઈ રહ્યો છે. આ મ્યૂઝિક શોમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. શો માટે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ રિયાલિટી શોમાં અનેક પ્રતિભાશાળી સંગીતકાર તથા ગાયક ટીવી શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. આ શોમાં અલગ અલગ છ ટીમ જોવા મળશે, જેમાં 'દિવ્યભાસ્કર ગુજરાત રૉકર્સ' પણ સામેલ છે. આ શોને વલુશ્ચા તથા કરન વાહી હોસ્ટ કરશે. આ શો 26 ફેબ્રુઆરીથી ઝી ટીવી પર રાત્રે આઠ વાગે ટેલિકાસ્ટ થશે.

એક સાથે ઘણાં સેલેબ્સ જોવા મળશે
દેશની પહેલી મ્યૂઝિક લીગમાં કુલ છ ટીમ રહેશે, જેમાં શ્રદ્ધા કપૂર ભાઈ સિદ્ધાંત કપૂર તથા પિતા શક્તિ કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત ગોવિંદા પત્ની સુનીતા સાથે, રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે, રાજકુમાર રાવ, બોબી દેઓલ તથા ક્રિકેટર સુરેશ રૈના પણ હશે.

દરેક ટીમમાં એક કેપ્ટન હશે
આ શોમાં ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં એક લોકપ્રિય પ્લેબેક સિંગર, જેમાં એક પુરુષ તથા એક મહિલા ગાયક તથા એક કેપ્ટન જોવા મળશે. મિકા સિંહ, કૈલાશ ખેર, સાજિદ ખાન, શાન, અંકિત તિવારી, જાવેદ અલી, અસીસ કૌર, ભૂમિ ત્રિવેદી, આકૃતિ કાકર, પાયલ દેવ, નેહા ભસીન, શિલ્પા રાવને સિક્સ ઝોનલ ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ છ ટીમ જોવા મળશે
ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગમાં મુંબઈ વોરિયર્સ, દિલ્હી ધુરંધર, યુપી દબંગ, પંજાબ લાયન્સ, બંગાલ ટાઈગર્સ તથા દિવ્યભાસ્કર ગુજરાત રૉકર્સની ટીમ છે. ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગની એન્થમને દાનિશ સાબરી, પરેશ હિંગુ, પ્રશાંત હિંગોલ, પેરી જી તથા સાજિદ ખાને લખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો