તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડિયન આઇડલ 12:વિશાલ દદલાણી જૂની કડવાશ ભૂલીને હની સિંહને ભેટી પડ્યો, બંને વચ્ચે 7 વર્ષ પહેલાં વિવાદ થયો હતો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

રેપર યો યો હની સિંહ અને સિંગર કમ્પોઝર વિશાલ દદલાણીએ 'ઇન્ડિયન આઇડલ 12'ના સેટ પર એકબીજાને ભેટીને જૂની બધી કડવાશ દૂર કરી દીધી. હની સિંહ 'ઇન્ડિયન આઇડલ 12' પર તેના સોન્ગને પ્રમોટ કરવા પહોંચ્યો હતો.

વિશાલ હનીને ભેટી પડ્યો
હની- વિશાલનું પેચ અપ 'ઇન્ડિયન આઇડલ 12'ના અપકમિંગ એપિસોડ દરમ્યાન થયું. જ્યારે હની અને વિશાલ કન્ટેસ્ટન્ટ સવાઈ ભટ્ટના સોન્ગ 'ઠરકી છોકરો'ના પરફોર્મન્સ દરમ્યાન સ્ટેજ પર આવ્યા. દદલાણી અને સિંહે ન માત્ર કન્ટેસ્ટન્ટ સાથે સોન્ગ ગાયું પણ સ્ટેજ પર જઈને બીટબોક્સિંગ સ્કિલ્સ પણ બતાવી. સ્ટેજ પર જઈને વિશાલે કહ્યું, 'છેલ્લાં અમુક વર્ષોમાં હની વિશે લોકોએ ઘણું કહ્યું છે. વાત અહીંયા હનીની છે અને તે આપણી સાથે છે. મને લાગે છે કે મારા માટે આ સમયે તેને ભેટવું ઘણું જરૂરી છે.'

ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ દરમ્યાન મતભેદ થયા હતા
બંને વચ્ચે મતભેદ ત્યારે આવ્યો હતો જ્યારે 2013માં શાહરુખ ખાનની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'નું બ્લોકબસ્ટર સોન્ગ 'ધ લૂંગી ડાન્સ' રિલીઝ થયું હતું. જ્યારે, હની સિંહે ફિલ્મના સાઉન્ડટ્રેક માટે લાસ્ટ ટાઈમમાં સોન્ગ રજૂ કર્યું હતું. ફિલ્મના બધા સોન્ગનું કમ્પોઝીશન વિશાલે કર્યું હતું. વિશાલ ઇન્ડિયન આઇડલ 12માં જજ છે. યો યો હની સિંહ તેના નવા સોન્ગ 'સૈંયા જી'ને પ્રમોટ કરવા માટે શોમાં આવ્યા હતા. હની સાથે આ સોન્ગમાં એક્ટ્રેસ નુસરત ભરૂચા પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો