'ઇન્ડિયન આઇડલ 12':પવનદીપે માત્ર ભારતમાં જ નહીં, 13 દેશમાં પર્ફોર્મન્સ આપ્યું છે, 2 વર્ષની ઉંમરમાં રેકોર્ડ બનાવ્યો હતો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પવનદીપે વિદેશમાં લાઇવ કોન્સર્ટ યોજી છે, અનેક મરાઠી ફિલ્મમાં સંગીત આપ્યું છે

'ઇન્ડિયન આઇડલ 12'ની ગ્રાન્ડ ફિનાલે 15 ઓગસ્ટના રોજ છે. આ સિઝન પોપ્યુલર રહી છે. ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ 6 સ્પર્ધકો જોવા મળશે, જેમાં પવનદીપ રાજન, અરૂનીતા કાંજીલાલ, શન્મુખા પ્રિયા, નિહાલ ટૌરા, સાયલી કામ્બલે તથા મહોમ્મદ દાનિશ સામેલ છે. આ છમાંથી માત્ર એક સ્પર્ધક એવો છે, જે ગીત ગાવાની સાથે સાથે લગભગ કોઈને કોઈ મ્યૂઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ પણ વગાડે છે. આ સ્પર્ધકે પહેલાં પણ એક સિગિંગ રિયાલિટી શો જીતી લીધો છે.

કોણ છે આ સ્પર્ધક?
આ સ્પર્ધક અન્ય કોઈ નહીં, પરંતુ પવનદીપ રાજન છે. તેણે માત્ર 2 વર્ષની ઉંમરમાં રેકોર્ડ પણ બનાવ્યો હતો. આટલું જ નહીં તેણે વિદેશોમાં લાઇવ કોન્સર્ટ પણ કર્યા છે. ઘણાં ઇન્ડિયન સિંગર્સ સાથે લાઇવ પર્ફોર્મ પણ કર્યું છે. શોની ફિનાલે પહેલાં આપણે પવનદીપના જીવનની રસપ્રદ વાતો જાણીએ.

બહેન જ્યોતિ સાથે પવનદીપ
બહેન જ્યોતિ સાથે પવનદીપ

પિતા ને બહેન પણ સિંગર
25 વર્ષીય પવનદીપ રાજન ઉત્તરાખંડના ચંપાવતમાં રહે છે. તેના પિતા સુરેશ રાજન કુમાઉના પોપ્યુલર સિંગર છે. પવનદીપની નાની પણ લોકસિંગર હતા. તેના સ્વ. દાદા રતિ રાજન પણ તેમના સમયના લોકપ્રિય લોકગાયક હતા. પવનદીપને સિગિંગ વારસામાં મળી છે. પવનદીપ રાજનની બહેન જ્યોતિદીપ પણ સિંગર છે. પવનદીપે નાનપણથી તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. તેની કળા જોઈને પિતા સુરેશ રાજને તબલા વગાડવા માટે મોટિવેટ કર્યો હતો.

યંગેસ્ટ તબલા પ્લેયરનો અવોર્ડ
સૂત્રોના મતે, પવનદીપે જ્યારે બે-અઢી વર્ષનો હતો ત્યારે સૌથી યંગ તબલા પ્લેયરનો અવોર્ડ જીત્યો હતો. પવનદીપ આજે પિઆનોથી લઈ ઢોલક, ડ્રમ, કીબોર્ડ તથા ગિટાર જેવા અનેક મ્યૂઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડે છે. પવનનો તબલા પ્લેયિંગનો પ્રોગ્રામ આકાશવાણી અલ્મોરા પર આવતો હતો. નૈનિતાલમાં ઓક્ટોબર, 2000માં કુમાઉ ફેસ્ટિવલ યોજાયો હતો અને અહીંયા પવનદીપને રૂપિયા 11 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું.

સિંગર શાન સાથે પવનદીપ
સિંગર શાન સાથે પવનદીપ

શો 'ધ વોઇસ ઇન્ડિયા'નો વિનર
2015માં પવનદીપ રિયાલિટી શો 'ધ વોઇસ ઇન્ડિયા સિઝન 1'નો વિનર રહ્યો હતો. અહીંથી જ તેની મ્યૂઝિક કરિયરની શરૂઆત કરી હતી. પવનદીપ રાજન માત્ર સારો સિંગર જ નહીં, પરંતુ કમ્પોઝર તથા મ્યૂઝિક ડિરેક્ટર પણ છે.

ફિલ્મમાં પણ મ્યૂઝિક આપ્યું છે
પવનદીપે અનેક પહાડી તથા મરાઠી ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું છે. પવનદીપે ફિલ્મમેકર્સ પ્રહલાદ નિહલાણી, સિંગર સોનુ નિગમ, અદનાન સામી, એક્ટર ગોવિંદા, બોબી દેઓલ સહિત જાણીતી હસ્તીઓ સાથે કામ કર્યું છે.

માતા સરોજ તથા પિતા સુરેશ સાથે પવનદીપ
માતા સરોજ તથા પિતા સુરેશ સાથે પવનદીપ

વિદેશમાં લાઇવ શો, ઉત્તરાખંડ સરકારે સન્માન કર્યું
પવનદીપે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ અનેક મ્યૂઝિક કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યું છે. પવનદીપને ઉત્તરાખંડ સરકારે 'યુથ એમ્બેસેડર ઓફ ઉત્તરાખંડ' અવોર્ડથી નવાજ્યો છે.

વીડિયો જોઈને બધું શીખ્યું
એક ઇન્ટરવ્યૂમાં પવનદીપે કહ્યું હતું કે તેણે સિગિંગ તથા મ્યૂઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડવાની કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી નથી. તેણે આ બધુ વીડિયો જોઈને શીખ્યું છે.

બહેનો ચાંદની તથા જ્યોતિ સાથે પવન
બહેનો ચાંદની તથા જ્યોતિ સાથે પવન

મ્યૂઝિક બેન્ડ રાઇટનો મેમ્બર, 13 દેશમાં પર્ફોર્મ કર્યું
પવનદીપ ચંદીગઢ સ્થિત રાઈટ બેન્ડનો મેમ્બર છે. આ બેન્ડમાં પવન ભટ્ટ, પારસ રોરિયાલ તથા વિશાંત નાગ્રા જેવા ગાયકો છે. પવનદીપે 13 દેશ તથા ભારતના 14 રાજ્યમાં 1200થી પણ વધુ શો કર્યા છે.

શોમાં સોનાની ચેન મળી
'ઇન્ડિયન આઇડલ'ના સેટ પર બપ્પી લહેરીએ પોતાની સોનાની ચેન પવનદીપને આપી દીધી હતી. આટલું જ નહીં હિમેશ રેશમિયાએ પવનદીપને 10 ગીતોની ઓફર કરી છે.