‘ઇન્ડિયન આઈડલ’ સીઝન 12માં આ વખતે રામનવમી સ્પેશિયલ એપિસોડમાં બાબા રામદેવ સ્પેશિયલ ગેસ્ટ રૂપે દેખાશે. શોનો હોસ્ટ જય ભાનુશાલી , જજ અને યંગ ટેલેન્ટેડ સિંગર્સ શોમાં યોગ ગુરુ આવવા પર ઘણા એક્સાઈટેડ છે. આ એપિસોડમાં દરેક ટોપ કન્ટેસ્ટંટ્સ ફેસ્ટિવ મોડમાં સોંગ ગાતા દેખાશે. બાબા રામદેવ સ્પર્ધકો અને જયને યોગ આસન પણ શીખવાડશે.
બાબા રામદેવ શોમાં યોગની ટિપ્સ શેર કરશે
શોની પોપ્યુલારિટી દરેક સીઝન સાથે વધી રહી છે. અપકમિંગ એપિસોડમાં યોગ ગુરૂ રામદેવ બાબા શોમાં કન્ટેસ્ટંટ્સની હિંમત વધારશે. દરેક કન્ટેસ્ટંટ્સને યોગ ટિપ્સ પણ આપશે. સાથે જ શોમાં અમુક ફની સેશન્સ પણ કરશે. રામદેવ બાબા શોના હોસ્ટ જય ભાનુશાલીને પણ અમુક યોગ શીખવાડશે.
રેખા અને નીતુ કપૂર ગેસ્ટ બનીને આવ્યાં હતાં
આની પહેલાં એક્ટ્રેસ નીતુ કપૂર શોમાં ગેસ્ટ બનીને આવ્યા હતા અને પતિ રિશી કપૂરને યાદ કરીને ભાવુક પણ થયા હતા. 3 એપ્રિલ, શનિવારના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં હોસ્ટ જય ભાનુશાલી સો.મીડિયા યુઝર્સના નામથી શોની સ્પર્ધક સાયલી કાંબલેના પિતાની મજાક ઉડાવતો હતો. તેણે મજાકમાં રેખા તથા નેહા કક્કરને પૂછ્યું હતું, 'શું તમે ક્યારેય જોયું છે કે કોઈ મહિલા કોઈ પુરુષ માટે એ હદે પાગલ થાય, તે પણ પરિણીતી વ્યક્તિ માટે?' નેહા જવાબ આપે તે પહેલાં રેખાએ કહ્યું હતું, 'મને પૂછો ને?' આ સાંભળતા જ જય ભાનુશાલી સહિત તમામ લોકો રેખાની સામે જોવા લાગે છે. જોકે, પછી રેખા તરત જ કહે છે, 'હું કંઈ બોલી નથી.' આ સાંભળીને જય સહિત નેહા કક્કર, હિમેશ રેશમિયા, વિશાલ તથા સ્પર્ધકો હસવા લાગે છે.
શોમાં કોરોનાની એન્ટ્રી
'ઈન્ડિયન આઈડલ 12'ના સેટ પર કોરોનાનો કહેર વધી ગયો છે. હોસ્ટ આદિત્ય બાદ સ્પર્ધક પવનદીપ રાજન પણ કોવિડ 19નો ભોગ બન્યો હતો. રિપોર્ટ પ્રમાણે, ઉત્તરાખંડમાં રહેતો પવનદીપને મુંબઈની હોટલમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. તે સેલ્ફ આઈસોલેશનમાં છે. ગયા અઠવાડિયે આ શોમાં 66 વર્ષીય રેખા ગેસ્ટ બનીને આવ્યા હતા. પવનદીપે રેખા સાથે પર્ફોર્મન્સ પણ આપ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.