તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઈ-બહેનનો પ્રેમ:પિતા સાથેના અણબનાવ વચ્ચે ભાઈ શહબાઝે કાંડા પર શહનાઝ ગિલના નામનું ટેટૂ બનાવડાવ્યું, કહ્યું- 'તારા કારણે જ છું'

5 મહિનો પહેલા

'બિગ બોસ 13' ફેમ એક્ટ્રેસ અને પંજાબી સિંગર શહનાઝ ગિલ હાલ તેના પિતા સંતોષ સિંહ સાથેના તેના અણબનાવને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસ ચંદીગઢ જઈને પણ પરિવારને મળી ન શકી આવામાં પિતાએ તેની સાથે જિંદગીભર વાત ન કરવાના સમ ખાઈને નારાજગી જતાવી. પિતા એકતરફ નારાજ છે અને બીજી તરફ ભાઈ શહબાઝે હાલમાં જ બહેનના નામનું હાથ પર ટેટૂ બનાવડાવ્યું છે.

શહબાઝે હાલમાં જ તેના ઇન્સ્ટા પર ટેટૂનો ફોટો શેર કર્યો છે. શહનાઝના નામનું ટેટૂ દેખાડીને ભાઈએ લખ્યું કે, 'આજે હું તારા કારણે છું. પ્રેમ અને સન્માન. તેને રી-પોસ્ટ કરીને એક્ટ્રેસે ભાઈનો આભાર માન્યો છે.

શહનાઝ અને શહબાઝ કલર્સ ટીવીના શો મુજસે શાદી કરોગેમાં સાથે દેખાયા હતા. ભાઈ- બહેનની રસપ્રદ જોડીને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. શોમાં મહેમાન તરીકે આવીને શહબાઝે કોમેડી કરીને દર્શકોને ખૂબ મનોરંજન આપ્યું હતું. કોરોના મહામારીને કારણે આ શો અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યો હતો.

પિતાના કારણે શહનાઝ ચર્ચામાં
શહનાઝ થોડા દિવસ પહેલાં તેના અપકમિંગ ગીતના શૂટિંગ માટે સિદ્ધાર્થ શુક્લા સાથે ચંદીગઢ ગઈ હતી જેની જાણકારી તેણે ઘરમાં કોઈને આપી ન હતી. ત્યારબાદ એક્ટ્રેસ તેના ઘરના સભ્યોને મળવા ન ગઈ તે માટે તેના પિતાએ નારાજ થઈને તેની સાથે જિંદગીભર વાત ન કરવાના સમ ખાધા હતા. પિતાએ જણાવ્યું કે ફેમ મળ્યા બાદ શહનાઝને ઘમંડ આવી ગયો છે અને તે પરિવારથી અલગ થઇ ગયા છે. ત્યાં સુધી કે સંતોષ પાસે શહનાઝની મેનેજરના નંબર પણ નથી કે તે દીકરી સાથે વાત કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો