તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેબીસી:લૉકડાઉનમાં અમિતાભ બચ્ચને પણ ઘરમાં કચરા-પોતાં કર્યાં હતાં, આજે પણ આ કામ કરે છે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

'કેબીસી'ના 15 ઓક્ટોબરના રોજ પ્રસારિત થયેલા એપિસોડમાં ક્યારેય ના બનેલી ઘટના બની હતી. આ એપિસોડમાં ફાસ્ટેસ્ટ ફિંગર રમ્યા વગર સ્પર્ધક હોટ સીટ પર આવી હતી. શોમાં અમિતાભ બચ્ચને લૉકડાઉનમાં ઘરમાં રહીને કયાં કયાં કામો કર્યા એની પણ વિગતે વાત કરી હતી.

સૌ પહેલા શોમાં 20 વર્ષીય સ્પર્ધક આશિષ આવ્યો
શોની શરૂઆત હિમાચલ પ્રદેશના સોલનમાંથી આવેલા 20 વર્ષીય આશિષ શર્માથી થઈ હતી. આશિષ શર્મા એગ્રિકલ્ચરમાં B.Sc. કરે છે. તે પોતાની ખાતરની કંપની શરૂ કરવા માગે છે. તે એવું ખાતર બનાવવા માગે છે, જેનાથી ખેડૂતની જમીનને સહેજ પણ નુકસાન થાય નહીં. ગેમ દરમિયાન આશિષે પોતાની તમામ લાઈફલાઈન યુઝ કરીને એક લાખ 60 હજાર રૂપિયાની પ્રાઈઝ મની જીતી હતી.

60 હજાર જીતીને ગેમ ક્વિટ કરી
આશિષના ગયા બાદ બીજી સ્પર્ધક આકાંક્ષા પાંડે આવી હતી. આકાંક્ષા મધ્યપ્રદેશની છે. આકાંક્ષાના રમજી સ્વભાવથી બિગ બી ઘણા જ ખુશ થયા હતા. તે માત્ર 60 હજાર રૂપિયા જીતી હતી અને તેણે ગેમ ક્વિટ કરી હતી.

'કેબીસી'ના ઈતિહાસમાં પહેલી જ વાર આ ઘટના બની
શોની ત્રીજી સ્પર્ધક તરીકે કોલકાતાની રૂના સાહા આવી હતી. રૂના સાહા સતત બે વાર ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતી શકી નહોતી. ત્યાર બાદ તે સેટ પર જ રડવા લાગી હતી. રૂનાને ભાવુક જોઈને અમિતાભ બચ્ચને તેને હોટ સીટ પર બોલાવી હતી. હોટ સીટ પર બેઠાં બાદ પણ જોર-જોરથી રડવા લાગી હતી. અમિતાભે તેને છાની રાખી હતી અને કહ્યું હતું કે હવે રડવાનો સમય પૂરો થયો અને ટિશ્યુનો સમય આવી ગયો છે. અમિતાભે રૂનાને ટિશ્યુ પેપર આપીને શાંત થવાનું કહ્યું હતું. રૂના ઘણી જ સમજદારીથી ગેમ રમતી હતી. શો દરમિયાન તેણે પોતાના જીવનની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના લગ્ન નાની ઉંમરમાં થયા હતા અને તેથી જ મોટા ભાગનો સમય ઘરનાં કામકાજમાં પસાર થયો હતો. હવે તે પોતાની અલગ ઓળખ બનાવવા ઈચ્છે છે. રૂના હજી ગેમમાં છે અને તે આજે એટલે કે 16 ઓક્ટોબરના એપિસોડમાં જોવા મળશે.

અમિતાભે કહ્યું, ઘરમાં કચરા-પોતાં કર્યાં છે
ગેમ દરમિયાન રૂના સાહાએ કહ્યું હતું કે લૉકડાઉનમાં તે સતત કામમાં વ્યસ્ત રહેતી હતી. રૂનાએ આસ્ક ધ એક્સપર્ટ લાઈફલાઈન લીધી હતી. એક્સપર્ટ તરીકે ટીવી જર્નલિસ્ટ રિચા અનિરુદ્ધ આવી હતી. તેણે અમિતાભ બચ્ચનને સવાલ કર્યો હતો કે તેમણે લૉકડાઉનમાં ઘરનાં કોઈ કામ કર્યાં હતાં કે નહીં? આ સવાલ સાંભળીને બિગ બીએ કહ્યું હતું, 'બિલકુલ, બધાં જ કામો કર્યાં છે. કચરા-પોતાં પણ કર્યાં છે. ભોજન મને બનાવતા આવડતું નથી અને તેથી તે બનાવ્યું નહીં, બાકીનાં કામ આજસુધી કરી રહ્યો છું. હું આ ગંભીરતાથી બોલી રહ્યો છે.' બિગ બીની વાત સાંભળીને એક્સપર્ટ રિચાએ કહ્યું હતું કે તમારી આ વાત માનવી ઘણી જ મુશ્કેલ છે. ત્યાર બાદ અમિતાભે કહ્યું હતું કે ઘરનાં કામો કર્યાં બાદ તેમને ખ્યાલ આવ્યો કે ઘરકામમાં મદદ કરાવવાની કિંમત શું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો