'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક પાત્રો ચાહકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. આ શો છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. શોમાં દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી શોમાં જોવા મળતી નથી. જોકે, ચાહકો આજે પણ દયાભાભી શોમાં પરત આવે તેવી ડિમાન્ડ કરતા હોય છે. હાલમાં જ દિશા વાકાણીની એક તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. આ તસવીર પર ચાહકોએ દિશા વાકાણીના પતિને ટ્રોલ કર્યો હતો.
ફેન પેજ પર તસવીર વાઇરલ
દિશા વાકાણીના ફેન પેજ પર એક્ટ્રેસની તસવીર શૅર કરવામાં આવી હતી. દિશા વાકાણીએ દીકરી સ્તુતિને તેડી છે. આ તસવીર જોઈને ચાહકોને નવાઈ લાગી હતી. નો મેકઅપ લુકમાં દિશા વાકાણી ઓળખાતી જ નહોતી. તેના વાળ તથા લુક એકદમ બદલાયેલા હતા.
યુઝર્સે પતિને ટ્રોલ કર્યો
દિશા વાકાણીની તસવીર વાઇરલ તતાં જ યુઝર્સે એક્ટ્રેસના પતિ મયુર પડિયાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. અનેક યુઝર્સે દિશાની કરિયર પતિને કારણે બરબાદ થઈ હોવાનું કહ્યું હતું. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે પતિએ જ કરિયર ખરાબ કરી નાખી. અન્ય એકે કહ્યું હતું કે પતિ તથા બાળકમાં જ ફસાઈને રહી ગઈ. મોટાભાગના યુઝર્સે દિશા વાકાણીને શોમાં પરત આવવાની વિનંતી કરી હતી.
દિશા વાકાણી 2008થી જોડાયેલી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે, જોકે સપ્ટેમ્બર, 2017થી તે શોમાં આવી નથી. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. જોકે સિરિયલના મેકર તથા દિશા વાકાણીએ આ અંગે કંઈ જ કહ્યું નથી. સિરિયલના મેકર્સે હજી સુધી નવાં દયાભાભી અંગે કોઈ જ વાત કરી નથી.
પતિને કારણે શોમાં પરત ફરી નથી
સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, 'દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી.
ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી. જોકે પછીથી દિશા વાકાણી શોમાં પરત ફરી નહોતી.
2017માં દીકરીને જન્મ આપ્યો હતો
દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હવે તેની દીકરી 3 વર્ષની થઈ ગઈ છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.