'લૉક અપ'ના સ્પર્ધકોની ફી:કંગના રનૌતના શોમાં પૂનમ પાંડે કે બબીતા ફોગાટને નહીં પણ 'કચ્ચા બાદામ' ફૅમ અંજલિને સૌથી વધુ રૂપિયા મળે છે

મુંબઈ9 મહિનો પહેલા
ડાબેથી,. બબીતા, અંજલિ તથા પૂનમ
  • જાણો કંગના રનૌતના રિયાલિટી શોમાં કોની કેટલી ફી?

કંગના રનૌતનો રિયાલિટી શો 'લૉક અપ' 27 ફેબ્રુઆરીએ શરૂ થયો છે. આ શોની તુલના સલમાન ખાનના 'બિગ બોસ' સાથે કરવામાં આવી હતી. શોમાં 13 સ્પર્ધકો હતા, જોકે, આ અઠવાડિયા સ્વામી ચક્રપાણિ એલિમિનેટ થતાં હવે શોમાં 12 સ્પર્ધકો રહ્યા છે. કંગનાની જેલમાં રહેવા માટે આ સ્પર્ધકોને દર અઠવાડિયે કેટલી ફી મળે છે, તે જાણીએ.

10 અઠવાડિયા શો ચાલશે
શોમાં પહેલાં રવિના ટંડન જેલર તરીકે જોવા મળી હતી. હાલમાં જ ટીવી એક્ટર કરન કુંદ્રા જેલર તરીકે જોવા મળ્યો હતો. આ શો 10 અઠવાડિયા ચાલશે અને દરેક અઠવાડિયે દર્શકોને સરપ્રાઇઝ મળશે અને શોમાં જેલરના નવા નિયમો હશે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, શોમાં પૂનમ પાંડે કે રેસલર બબીતા ફોગટને સૌથી વધુ ફી મળતી નથી. 'કચ્ચા બાદામ' ફૅમ અંજલિ અરોરા તથા મુનવર ફારુકીને સૌથી વધુ પૈસા મળે છે.

'લૉક અપ'ના સ્પર્ધકોની કેટલી ફી?

અંજલિ અરોરા

સો.મીડિયા ઇન્ફ્લૂઅન્સ તથા મોડલ અંજલિ અરોરા વાઇરલ સોંગ 'કચ્ચા બાદામ'ને કારણે ચર્ચામાં આવી હતી. આ શોમાં તેને દર અઠવાડિયે 3-4 લાખ રૂપિયા મળે છે.

મુનવર ફારુકી

સ્ટેન્ડ અપ કોમેડિયન છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે. ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેની ફી દર અઠવાડિયે 3-3.5 લાખ રૂપિયા છે.

પૂનમ પાંડે

કોન્ટ્રોવર્સિયલ મોડલ પૂનમ પાંડે પતિ સેમ બોમ્બેને થોડો સમય પહેલાં ચર્ચામાં હતી. પોર્નોગ્રાફી કેસમાં પણ પૂનમ પાંડેનું નામ સામે આવ્યું હતું. તેને દર અઠવાડિયે 3 લાખ રૂપિયા મળે છે.

બબીતા ફોગાટ

રેસલર બબીતા ફોગાટ કોઈ જાતના વિવાદમાં આવી નથી. તેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેને 3 લાખ રૂપિયા દર અઠવાડિયે મળે છે.

પાયલ રોહતગી​​​​​​​

પાયલ રોહતગી દરેક મુદ્દે પોતાનું વિવાદાસ્પદ નિવેદન આપતી હોય છે. તે વિવાદમાં રહેવા માટે જાણીતી છે. પાયલ આ શો માટે અઠવાડિયાના 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

સારા ખાન

'બિગ બોસ'માં સારા ખાને લગ્ન કર્યાં હતાં. જોકે, શો પૂરો થયા બાદ સારાએ ડિવોર્સ લઈ લીધા હતા. સારા ફરી એકવાર રિયાલિટી શોમાં જોવા મળી છે. તેને અઢીથી ત્રણ લાખ રૂપિયા અઠવાડિયે મળે છે.

સિદ્ધાર્થ શર્મા

'લૉક અપ' પહેલાં સિદ્ધાર્થ યુથ બેઝ્ડ રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો. તેને સ્માર્ટલી રમતા આવડે છે. તે આ શો માટે 2-2.5 લાખ રૂપિયા મળે છે.

કરનવીર બોહરા​​​​​​​

ટીવી સ્ટાર કરનવીર રિયાલિટી શોમાં ભાગ લેતો નથી, પરંતુ તેણે આ શોમાં કામ કરવાની હા પાડી હતી. તેને આ શોમાં રહેવા માટે દર અઠવાડિયે બે લાખ રૂપિયા મળે છે.

શિવમ શર્મા

પૂર્વ 'સ્પ્લિટ્સ વીલા' સ્પર્ધક શિવમ શર્માએ શોમાં પહેલાં જ દિવસથી પોતાનો રાઉડી અવતાર બતાવ્યો છે. શિવમ અઠવાડિયે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

નિશા રાવલ

નિશા રાવલે પતિ તથા ટીવી એક્ટર કરન મેહરા પર ગયા વર્ષે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. હાલમાં નિશા આ શોમાં રહીને પોતાના જીવનની વાતો કરીને વ્યૂરઅપશિપ વધારવાનો પ્રયાસ કરે છે. આ શો માટે નિશાને દર અઠવાડિયે 1.75-2 લાખ રૂપિયા મળે છે.

તેહસીન પૂનાવાલા​​​​​​​

તેહસીન 'બિગ બોસ 13'માં ચાહકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે કંગનાના શોમાં તેને 1.25-1.5 લાખ રૂપિયા દર અઠવાડિયે મળે છે.

સ્વામી ચક્રપાણિ

સ્વામી ચક્રપાણિ શોમાંથી એલિમિનેટ થનારા પહેલાં સ્પર્ધક છે. તેને શો માટે દર અઠવાડિયાના 1-1.25 લાખ રૂપિયા મળ્યા હતા.

સાઇશા શિંદે​​​​​​​

સાઇશા ટ્રાન્સવુમન છે. તેણે શોમાં જેન્ડર સર્જરી કરાવવા અંગે વાત કરી હતી. તે સેલિબ્રિટિ ફેશન ડિઝાઇનર છે અને તેને દર અઠવાડિયે એક લાખ રૂપિયા મળે છે.