સેલિબ્રેશન:આજે જલંધરમાં સુગંધા મિશ્રા અને ડૉ. સંકેત ભોસલે લગ્ન કરશે, મહેંદી સેરેમનીનાં સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા

9 મહિનો પહેલા
ગયા વર્ષથી સુગંધાએ લગ્નની તૈયારીઓ શરુ કરી દીધી હતી
  • આ કપલે સગાઈ કર્યાની જાણકારી સો. મીડિયા પર આપી હતી
  • બંને છેલ્લીવાર સુનીલ ગ્રોવરના શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’માં સાથે હતા

કોમેડિયન અને સિંગર સુગંધા મિશ્રા આજે એટલે કે 26 એપ્રિલના રોજ ડૉ. સંકેત ભોસલે સાથે પ્રભૂતામાં પગલા પાડશે. આ કપલ જલંધર, પંજાબમાં લગ્ન કરશે. રવિવારે સંકેતે સોશિયલ મીડિયા પર પોતાનો અને સુગંધાનો મહેંદી સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ‘મહેંદી લગા કે રખના’ સોંગ વાગી રહ્યું છે.

મહેંદી સેરેમનીની ઝલક:

સુગંધાની પોસ્ટ
સુગંધાની પોસ્ટ
સંકેતની પોસ્ટ
સંકેતની પોસ્ટ

થોડા દિવસ પહેલાં સુગંધાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તમને કદાચ વિશ્વાસ નહીં આવે કે મેં મારા લગ્નની તૈયારીઓ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી કરવાની શરુ કરી હતી. હું લગ્નમાં 10 કિલો વજનનો આઉટફિટ પહેરવા માગતી હતી. લગ્નમાં 20 મહેમાનોની હાજરી મારા માટે એટલી મહત્ત્વની નથી.

‘ધ કપિલ શર્મા’ શોમાં ટીચર વિદ્યાવતીના રોલમાં દેખાતી કોમેડિયન અને સિંગર સુગંધા મિશ્રાએ ડૉ. સંકેત ભોસલે સાથે સગાઇ કરી હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.

ઘણા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
સુગંધાની પોસ્ટ જોયા પછી સો.મીડિયા યુઝર્સ સહિત ઘણા સેલેબ્સે અભિનંદન આપ્યા છે. સિંગર નેહા કક્કરે કમેન્ટ કરી, તમારા બંને માટે હું ઘણી ખુશ છું. એક્ટ્રેસ બિદિતા બાગે લખ્યું, મેડ અને મેડ અને મેડ ફોર ઈચ અધર જોડી. સિંગર હર્ષદીપ કોરે લખ્યું, ગોડ બ્લેસ યુ.

‘અમે મિત્રો છીએ’
એક ઇન્ટરવ્યૂમાં સુગંધાએ કહ્યું હતું, અમે ઘણા સારા મિત્રો છીએ અને ‘મૈને પ્યાર કિયા’નો ડાયલોગ છે ને કે દોસ્તી કી હૈ, નિભાની પડેગી. તો અમે મિત્રતા નિભાવી રહ્યા છીએ. અમારી કેમિસ્ટ્રી ઘણી સારી છે. બંને છેલ્લીવાર સુનીલ ગ્રોવરના શો ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાનમાં સાથે હતા.

સુગંધાનો લાઈફ પાર્ટનર સંકેત ભોસલે કોણ છે?
ડૉ. સંકેત ભોસલે વ્યવસાયે ડૉક્ટર પણ છે અને કોમેડિયન પણ છે. તે ધ કપિલ શર્મામાં સંજય દત્તની મિમિક્રી કરતો હોય છે.દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું, બાળપણથી મને મિમિક્રીનો શોખ છે. લોકો દિવાળી-હોળીમાં નવા કપડા ખરીદતા હતા અને ‘હું હમ આપકે હૈ કોન’નો ડ્રેસ, ‘ખલનાયક’માં કેદીનો ડ્રેસ અને વકીલનો ડ્રેસ ખરીદી પહેરતો હતો. મારા માતા-પિતાને આ બધું ગમતું હતું અને તેઓ મને આવા કપડા પહેરવીને ફેમિલી ફંક્શનમાં પણ લઇ જતા હતા. પરંતુ લાઈફમાં અભ્યાસનું પણ મહત્ત્વ છે. આથી ડેડીએ કહ્યું હતું, પહેલાં અભ્યાસ પૂરો કર, પછી જે કરવું હોય એ કરજે, મેં MBBS કર્યું અને એ પાછો ડર્મોલોજિસ્ટનો અભ્યાસ કર્યો. હું સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ છું.