ભૂતપૂર્વ પતિના રોમાન્સને લઈને રિદ્ધિ ડોગરા:બિગ બોસમાં રાકેશ બાપટ અને શમિતાના રોમાન્સ વિશે કહ્યું- આ તેની અંગત બાબત છે, તે ખુશ તો હું પણ ખુશ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાકેશ બાપટે તાજેતરમાં જણાવ્યું કે, તે શોની કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટીને પ્રેમ કરે છે

બિગ બોસના સ્પર્ધક રાકેશ બાપટે તાજેતરમાં જણાવ્યું કે, તે શોની કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટીને પ્રેમ કરે છે અને તેના માટેનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. OTT પર આવતા બિગ બોસમાં રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી એકબીજાને સવાલ દ્વારા પણ જાણી રહ્યા છે. જ્યારે રાકેશની પૂર્વ પત્ની એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાને આ રોમાન્સ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે જો રાકેશ ખુશ છે તો તે પણ ખુશ છે. આ તેની અંગત બાબત છે.

રાકેશને ચીસો પાડવી પસંદ નથી- રિદ્ધી
રિદ્ધિએ કહ્યું- રાકેશને શોમાં જોઈને મને મજા આવી રહી છે. તે એવી વ્યક્તિ છે, જેને તમે શોમાં જોવાનું પસંદ કરશો. જો બેથી વધારે લોકો આવી જાય તો તેને ભીડ લાગવા લાગે છે. જો તે કંઈક કહેવા માગે છે તો તેના માટે ચીસો નહીં પાડે. તે એ લોકો સાથે વાત કરે છે, જેમની સાથે કન્ફર્ટેબલ હોય છે અને વિશ્વાસ કરે છે.

તેને વધુમાં જણાવ્યું કે- નિશાંત પણ બિગ બોસમાં છે. તે મારો મિત્ર છે. મને ખબર છે કે તે આ શોમાં જવા માગતો હતો અને તે ત્યાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ તમામ દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યા છે. આ શોમાં નિશાંત, રાકેશ અને પહેલા રિદ્ધિમાને જોઈને એવું લાગે છે જેને હું મારા મિત્રોનો શો જોઈ રહી છું.

રાકેશને લઈને કશ્મીરા સાથે રિદ્ધિનો ઝઘડો થયો હતો
તાજેતરમાં બિગ બોસના પૂર્વ સ્પર્ધક કાશ્મીરા શાહ અને રિદ્ધિની સોશિયલ મીડિયા પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેને લઈને રિદ્ધિ ગુસ્સે થઈ હતી. કાશ્મીરાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું-રાકેશ અભિનંદન. તું એક વખત ફરીથી જોરું કા ગુલામ બની રહ્યો છે. આ ટ્વીટ પર રિદ્ધિએ કાશ્મીરાને જવાબ આપ્યો હતો. તેને ટ્વીટ કરી હતી કે ફરીથી? મને માફ કરો.કૃપા કરીને આવી ખરાબ કમેન્ટ ન કરો.