સેલેબ લાઈફ:'સસુરાલ સિમર કા 2' ફેમ દીપિકાની પ્રેગ્નન્સીને લઈને પતિ શોએબ ઈબ્રાહિમે તોડ્યું મૌન, લોકોને અપીલ કરતાં કહ્યું કે, આવા ખોટા સમાચાર ન ફેલાવશો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
'સસુરાલ સિમર કા 2' ફેમ દીપિકા કક્કર અને પતિ શોએબ ઈબ્રાહિમ. - Divya Bhaskar
'સસુરાલ સિમર કા 2' ફેમ દીપિકા કક્કર અને પતિ શોએબ ઈબ્રાહિમ.
  • બંનેએ સોશિયલ મીડિયા પર વાઈરલ પ્રેગ્નન્સીના સમાચારોને ફેક ગણાવ્યા છે
  • દીપિકા કક્કર અને પતિ શોએબ ઈબ્રાહિમે યુટ્યુબ પર એક વીડિયો બનાવીને ફેન્સને હકીકત જણાવી

'સસુરાલ સિમર કા 2' ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કરની પ્રેગ્નન્સીના સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ વાત કેટલી સાચી છે તેનો ખુલાસો ખુદ દીપિકા અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે કર્યો છે. બંનેએ સોશિયલ મીડિયા પર વાઈરલ પ્રેગ્નન્સીના સમાચારોને ફેક ગણાવ્યા છે. સાથે એમ પણ કહ્યું કે તેઓ તેમના જીવન સાથે સંબંધિત આવા પ્રકારના સમાચાર ખુદ ફેન્સ સાથે શેર કરશે, અત્યારે આ બધા સમાચાર ખોટા છે.

કંટાળીને શોએબે ચુપ્પી તોડી
દીપિકા કક્કરની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકોએ અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. ફેન્સની સાથે નજીકના લોકો અને સંબંધીઓ પણ તેમને અભિનંદન આપવા લાગ્યા. તેમજ લોકો આ ખાસ સમાચાર છુપાવવા માટે ફરિયાદ પણ કરી રહ્યા હતા. તેનાથી કંટાળીને દીપિકા કક્કર અને પતિ શોએબ ઈબ્રાહિમે યુટ્યુબ પર એક વીડિયો બનાવીને શેર કર્યો, જેમાં બંનેએ તમામ લોકોની ફરિયાદો દૂર કરતા હકીકત જણાવી છે.

શોએબે હકીકત જણાવી
શોએબ ઈબ્રાહિમે આ સમાચારને લઈને ચુપ્પી તોડી. કપલે લાઈવ આવીને પ્રેગ્નન્સીના સમાચાર ખોટા હોવાની વાત કહી. તેમજ પોતાના ફેન્સને વિનંતી પણ કરી છે જ્યારે પણ તેમની તરફથી ગુડ ન્યૂઝ આવશે તો તેઓ ફેન્સની સાથે શેર કરશે જેવી રીતે તેઓ હંમેશાં કરે છે. એમ પણ કહ્યું કે, બંને પોતાની દરેક નાની-મોટી વાત ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તેવી જ રીતે પ્રેગ્નન્સીની વાત હશે તો તે પણ શેર કરશે. તેમજ આવા ખોટા સમાચાર ન ફેલાવવા માટે લોકોને અપીલ કરી છે.

આ શોમાં જોવા મળી રહી છે દીપિકા
દીપિકા કક્કર અને પતિ શોએબ ઈબ્રાહિમ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ફેન્સ પણ આ કપલને ખૂબ પસંદ કરે છે. અત્યારે દીપિકા 'સસુરાલ સિમર કા 2'માં જોવા મળી રહી છે. આ પહેલા તે આ શોની પહેલી સિઝનમાં જોવા મળી હતી. દીપિકા બિગ બોસની વિનર પણ રહી ચૂકી છે.