શહનાઝે ચુપ્પી તોડી:સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ શહનાઝ ગિલે પોતાને કેવી રીતે સંભાળી? પહેલી જ વાર ખુલ્લા મનથી વાત કરી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે સપ્ટમ્બરમાં સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું હતું

લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ પ્રેમિકા શહનાઝ ગિલ એકદમ ભાંગી પડી હતી. શહનાઝે પહેલી જ વાર આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સિદ્ધાર્થના ગયા બાદ તેણે કેવી રીતે પોતાની જાતને સંભાળી અને તે કેવી રીતે આમાંથી બહાર આવી. શહનાઝે બ્રહ્માકુમારી બીકે શિવાની સાથે વાત કરી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો.

સિદ્ધાર્થની ગુરુ મા સાથે શહનાઝે વાત કરી
ચાર જાન્યુઆરીના રોજ શહનાઝે બ્રહ્માકુમારી બીકે શિવાની સાથેની વાતચીતનો વીડિયો શહનાઝે શૅર કર્યો હતો. બીકે શિવાની સ્વર્ગીય એક્ટર સિદ્ધાર્થની ગુરુમા છે. શહનાઝે ગુરુમા સાથે વાત કરી હતી. શહનાઝે કહ્યું હતું, 'કોઈનું કોઈક જાય છે. મેં પણ તેનો અનુભવ કર્યો છે. આપણે એમ ના વિચારવું જોઈએ કે આપણે તે વ્યક્તિ સાથે વધુ જીવવાની જરૂર હતી અથવા આપણું આ પૂરું ના થયું. આપણે એમ વિચારવું જોઈએ કે આપણી પાસે કેટલી સારી યાદો છે. હું હવે આત્મા પર વધારે ધ્યાન આપું છું. હવે હું વિચારું છે કે તે આત્મા (સિદ્ધાર્થ)એ મને કેટલું જ્ઞાન આપ્યું, હું નાસમજ હતી, લોકોને ઓળખી નહોતી શકતી, બહુ જ માસૂમ હતી. તો તે આત્માએ મને કેટલું બધું શીખવ્યું. પરમાત્માએ જ મને તે આત્મા સાથે મારી મુલાકાત કરાવી હતી.'

સિદ્ધાર્થે પુનર્જન્મ લીધો
શહનાઝે એમ પણ કહ્યું હતું, 'તેની જર્ની પૂરી થઈ ચૂકી હતી. તેણે કપડાં બદલી નાખ્યા છે. તે ક્યાંકને ક્યાંક આવી ગયો છે. તેનો ચહેરો બદલાઈ ગયો છે. તેમની સાથેનો મારો સંપર્ક બંધ થઈ ગયો છે, પરંતુ આ આગળ પણ ચાલુ રહેશે....'

વધુમાં શહનાઝે કહ્યું હતું, 'સિદ્ધાર્થે મને બે વર્ષમાં ધીરજ તથા શાંત રહેતા શીખવ્યું છે. તે હંમેશાં સિદ્ધાર્થને કહેતી કે તે શિવાની બહેન સાથે વાત કરવા માગે છે. તે સમયે સિદ્ધાર્થ કહેતો, 'તે એક દિવસ ચોક્કસથી તેમની સાથે વાત કરશે. અને એમ જ થયું. જોકે, આ સમયે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી.'

જીવવાની ઈચ્છા નહોતી
શહનાઝે આગળ વાત કરતાં કહ્યું હતું, 'સિદ્ધાર્થના અવસાન બાદ મારી જીવવાની ઈચ્છા જ મરી પરવારી હતી. એમ જ વિચારતી કે હવે શું થશે. અનેક લોકો વિચારતા કે હવે મારે રહેવું ના જોઈએ. હવે તો મરી જાઉં એ જ સારું. લોકોના આ શબ્દો હતા. જોકે, મને પણ એમ જ લાગતું હતું. રડવાથી માત્ર દુઃખ જ થાય છે અને કોઈ મદદ થતી નથી.' નોંધનીય છે કે સિદ્ધાર્થના આકસ્મિક મોત બાદ એક્ટરની માતા રીટા શુક્લાએ શહનાઝને સધિયારો આપ્યો હતો. તેમણે ધીમે ધીમે શહનાઝને આ દુઃખમાંથી બહાર કાઢી હતી. સિદ્ધાર્થના મોતના ચાર મહિના બાદ શહનાઝ એકદમ સ્ટ્રોંગ જોવા મળી હતી.