ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાનો કહેર:હિના ખાનનો આખો પરિવાર કોરોના પોઝિટિવ; કામ્યા પંજાબી અને માનવી ગાગરૂ કોરોનાની ઝપેટમાં

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિના ખાન. - Divya Bhaskar
હિના ખાન.
  • ગયા વર્ષે હિનાને કોરોના થયો હતો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક હસ્તીઓ કોરોનાનો ભોગ બન્યા છે. એમાં તાજા સમાચાર મુજબ હિના ખાનનો આખો પરિવાર, કામ્યા પંજાબી અને માનવી ગાગરૂ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની અભિનેત્રી માનવી ગાગરૂનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને પોતાને સેલ્ફ આઈસોલેશન કરી દીધી છે. આ અંગે તેણે સોશિયલ મીડિયા પર પણ જાણકારી આપી છે. તેને કોરોનાનાં હળવાં લક્ષણો છે.

કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર દેશમાં વધી રહ્યો છે. એની ઝપેટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી સ્ટાર્સ પણ આવી ગયા છે. ટીવી ઈન્ડસ્ટ્રીની હિના ખાનનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે, તેના પછી હવે કામ્યા પંજાબીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

પોસ્ટ શેર કરીને ફેન્સને જાણકારી આપી
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કામ્યાએ લખ્યું છે, હું કોરોનાની પહેલી અને બીજી લહેરથી તો બચી ગઈ હતી, પરંતુ ત્રીજી લહેરથી હું મારી જાતને ન બચાવી શકી અને મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને તાવ આવ્યો છે અને ચક્કર તથા શરીરમાં દુખાવા જેવાં લક્ષણો છે. એ ઉપરાંત એક્ટ્રેસે તમામ લોકોને માસ્ક પહેરવાની અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

ટીવી એક્ટ્રેસ હિના ખાનનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તાજેતરમાં તેને સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરીને ફેન્સને એની જાણકારી આપી છે. ફોટોમાં તેણે માસ્ક ઉતાર્યું છે, પરંતુ તેના ચહેરા પર માસ્કનાં નિશાન બની ગયાં છે, કેમ કે તે ઘરમાં કોરોનાથી બચવા માટે 24 કલાક માસ્ક પહેરી રાખે છે અને તે એકલી જ પોતાની ફેમિલીનું ધ્યાન રાખી રહી છે.

હિનાએ ફેન્સની સાથે શેર કર્યો પોઝિટિવ મેસેજ
હિનાએ ફોટોઝ શૅર કરીને લખ્યું, ‘હાર્શ રિયાલિટીઃ આજકાલ લાઇફ અને ઇન્સ્ટાગ્રામ બંને જગ્યાએ સરસ ફોટોગ્રાફ્સ અને મસ્ત વિઝ્યુઅલ્સની જરૂર છે, પણ આ 2020x2 (2022) છે, તો મને લાગે છે કે વાસ્તવિકતા પણ 2020થી બમણી આકરી છે. ફેમિલીના બધા જ મેમ્બર્સ કોરોના પોઝિટિવ થઈ જાય અને માત્ર તમારો રિપોર્ટ જ નેગેટિવ આવે તો 24X7 માસ્ક અને સેનિટાઇઝર સાથે સજ્જ રહેવું પડશે અને આખા પરિવારની સંભાળ રાખવી પડશે.’

એ કહેવું સલામત છે કે પાછળ નિશાન હશે... તેવી જ રીતે જેવી રીતે મને 24/7 માસ્ક પહેર્યા પછી નિશાન થયાં. મારી આ પોસ્ટ તમને કહેવા માટે છે કે પ્રયત્ન પૂરતો છે. આવો, આજે ફરીથી આપણે બધા એકસાથે કોરોનાનો સામનો કરવાનો પ્રયાસ કરીએ. આ સમય પણ જતો રહેશે. એ સાથે હિનાએ એ પણ જણાવ્યું કે સેલ્ફી તેણે બાથરૂમમાં લીધી છે, કેમ કે તેની ફેમિલીમાં બધા કોરોના પોઝિટિવ છે તો તેને 24 કલાક માસ્ક પહેરીને પોતાનો બચાવ કરવો પડી રહ્યો છે.

ગયા વર્ષે હિનાને કોરોના થયો હતો
હિના માટે ગયું વર્ષ પણ મુશ્કેલીઓથી ભરેલું હતું. હિનાના પિતા અસલમ ખાનનું કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થઈ ગયું હતું, પરંતુ એ સમયે હિના તેમની પાસે નહોતી. તે કાશ્મીરમાં એક સોન્ગનું શૂટિંગ કરી રહી હતી. જ્યારે તેને આ સમાચાર મળ્યા તો તે પોતાની માતાની સાથે મુંબઈ આવી અને તેના પછી તે કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી.