સોશિયલ મીડિયા / લોકડાઉનમાં હિના ખાન ફરી કોમોલિકા બની, સિરિયલનો તેના ડાયલોગનો વીડિયો શેર કર્યો

X

દિવ્ય ભાસ્કર

May 16, 2020, 06:15 PM IST

મુંબઈ. કસૌટી ઝિંદગી કે સિરિયલમાં એક સમયે કોમોલિકાનો રોલ પ્લે કરનાર હિના ખાન ફરી તેના રોલમાં આવી છે. તેણે ટિક ટોક પર સિરિયલના તેના એક ડાયલોગનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે ટ્વિટર અને ઇન્સ્ટા સ્ટોરી પર પણ અપલોડ કર્યો છે. તેના પર સિરિયલની પ્રોડ્યુસર એકતા કપૂરે કમેન્ટ પણ કરી છે.

વીડિયોમાં હિના ખાનનો ડાયલોગ છે કે, હાઉ અનલકી. દેખા હી નહીં હોગા, દેખ લેતા ના, તો ના નઝર હિલતી ના પેર. એકતા કપૂરે આ વીડિયો શેર કરી લખ્યું, મને નથી લાગતું કે તમને કોઈએ જોયા જ નહીં હોય.

આ કસૌટી ઝિંદગી કે રિબૂટ સિરિયલ છે. અગાઉ પણ આ સિરિયલની એક સીઝન રિલીઝ થઇ ચુકી છે. આ બીજી સીઝનમાં હિના ખાન કોમોલિકાના રોલમાં હતી. તેણે સિરિયલ છોડ્યા બાદ આમના શરીફ કોમોલિકાના રોલમાં છે.હિના ખાન આ લોકડાઉન પિરિયડમાં તેના ફેન્સને સુરક્ષિત રહેવા માટે યોગ્ય માર્ગદર્શન આપતી રહેતી હોય છે. રમઝાન મહિનામાં તે રોઝા રાખી રહી છે અને તેની પોસ્ટ પણ તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી