તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૂ-તૂ મૈં-મૈં:સિદ્ધાર્થ શુક્લાના પરિવારની હાલત અંગે બે એક્ટ્રેસિસ બાખડી, સંભાવના સેઠે ગૌહર ખાનને જડબાતોડ જવાબ આપ્યો

મુંબઈ17 દિવસ પહેલા
ડાબે, સંભાવના સેઠ, સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન- ફાઇલ તસવીર
  • ગૌહર ખાનની પોસ્ટ પર સંભાવના સેઠે જવાબ આપ્યો.

સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મૃત્યુને કારણે ચાહકો તથા સેલેબ્સને ઘણો જ આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થના અવસાનથી પરિવાર તથા પ્રેમિકા શેહનાઝ ગિલ દુઃખી છે. સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર સામે આવતા જ અનેક સેલેબ્સ પરિવારને સાંત્વના આપવા ગયા હતા, આમાંથી ઘણાં સેલેબ્સે સિદ્ધાર્થના પરિવાર તથા શેહનાઝ અંગે ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને પરિવારની સ્થિતિ કેવી છે, તે અંગે વાત કરી હતી. આ બધું જોઈને ગૌહર ખાને સો.મીડિયામાં આ તમામ સેલેબ્સે ખરું-ખોટું સંભળાવ્યું હતું. હવે સંભાવનાએ ગૌહરને જવાબ આપ્યો છે.

સંભાવનાએ શું કહ્યું?
સંભાવના સેઠ યુ ટ્યૂબ પર પોતાની એક ચેનલ ચલાવે છે. સિદ્ધાર્થના મોત બાદ તેણે એક્ટરના ઘરે જતાં સમયે વ્લોગ બનાવ્યો હતો. આ વ્લોગની ભારે ટીકા કરવામાં આવી હતી. હવે સંભાવનાએ સો.મીડિયામાં આ અંગે જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું, 'અમે સેલેબ્સ હોવા છતાંય એક ચાહક તરીકે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં પરિવાર તથા ફ્રેન્ડ્સ અંગે જાણવા માટે ચિંતિત હતા. તેવી જ રીતે સિદ્ધાર્થ શુક્લાના ચાહકો પણ સતત ટીવી જોતા હતા. તેઓ જાણવા માગતા હતા કે તેનો પરિવાર તથા ફ્રેન્ડ્સ કેવી હાલતમાં છે. તેમને આ જાણવાનો પૂરો હક છે કે અંદર શું થઈ રહ્યું છે.'

અન્ય એક પોસ્ટમાં સંભાવનાએ કહ્યું હતું, 'સો.મીડિયાના માધ્યમથી ચાહકોને નાનકડી ઝલક બતાવવા એ ક્રાઇમ નથી. જ્યાં સુધી તમે અંદરની તસવીરો કે વીડિયો લીક નથી કરતાં ત્યાં સુધી એ કોઈ જાતનો ક્રાઇમ થતો નથી. મેં આવું કંઈ જ કર્યુ નહોતું. જે લોકો પોતાની સો.મીડિયા પોસ્ટથી ઓવર સ્માર્ટ બની રહ્યા છે, તે પણ એ જાણવા માટે કે ત્યાં શું થઈ રહ્યું છે તે માટે સો.મીડિયા સ્ક્રોલ કરતા હતા.'

અન્ય પોસ્ટમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'જે લોકો વ્લોગ માટે મારી પર આરોપ મૂકી રહ્યા છે, તેમના માટે ખાસ કે તેઓ પોતાની ઈર્ષ્યા એક બાજુએ રાખીને પહેલાં મારો વ્લોગ પૂરો જુએ. મેં અંદરની એક પણ તસવીર કે વીડિયો બતાવ્યા નથી. જે રીતે તેમનું રોજનું કામ આરોપો મૂકવાનું છે, તેવી રીતે મારું કામ એક્ટિંગ/ડાન્સિંગ અને વ્લોગિંગનું છે.'

છેલ્લે સંભાવનાએ કહ્યું હતું, 'મને લાગ્યું કે હું આ રીતે મારી લાગણીઓને સારી રીતે રજૂ કરી શકીશ અને તેથી જ મેં તે પોસ્ટ કર્યું. અન્ય લોકો ફોટોગ્રાફર્સને પૈસા આપીને જિમ, શોપિંગ મોલ તથા અંતિમસંસ્કારમાં જતા-આવતાના ફોટો ક્લિક કરાવે છે. હું મારી જાતને જ રિપ્રેઝેન્ટ કરું છું. તો ચીલ...'

ગૌહર ખાને શું કહ્યું હતું?
ગૌહર ખાને કહ્યું હતું, 'શોકમાં ડૂબેલા પરિવારને જે લોકો મળે છે, તેમણે તે પરિવાર અંગેની માહિતી આપવી જોઈએ નહીં. લોકોએ પરિવારના સભ્યો અંગે ઇન્ટરવ્યૂ આપતા તથા તેમની માહિતી આપતા જોઈને દુઃખ થયું. પ્લીઝ આ બંધ કરો. જો તમે સન્માન આપવા માગો છો તો બહાર આવીને ખબરી ના બનો. જર્નલિઝ્મના લૉ સ્ટાન્ડર્ડમાં ના જોડાવો.

ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. સિદ્ધાર્થના ત્રીજી સપ્ટેમ્બરે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.