તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૉકિંગ રિઝલ્ટ:ગૂગલે ગ્રાન્ડ ફિનાલે પહેલાં જ રૂબીના દિલાઈકને 'બિગ બોસ 14'ની વિનર જાહેર કરી

મુંબઈએક મહિનો પહેલા

'બિગ બોસ 14'ની ગ્રાન્ડ ફિનાલે 21 ફેબ્રુઆરીના રોજ છે. જોકે, ગ્રાન્ડ ફિનાલે પહેલાં ગૂગલે રૂબીના દિલાઈકને વિનર જાહેર કરી છે. આ વાત આશ્ચર્ય પમાડે તેવી છે, પરંતુ ગૂગલ પર 'બિગ બોસ 14'ના વિનર સર્ચ કરવામાં આવે તો ગૂગલ પર રૂબીનાનું નામ જ જોવા મળે છે. બની શકે કે આ વાત સાચી પડી જાય, કારણ કે પહેલાં જ દિવસથી રૂબીનાને શોમાં ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે.

આ સ્પર્ધકો ઘરમાં છે
'બિગ બોસ'ના ઘરમાં હાલમાં રૂબીના, અભિનવ શુક્લા, અલી ગોની રાહુલ વૈદ્ય, રાખી સાવંત, આર્શી ખાન, નિક્કી તંબોલી તથા દેવોલીના ભટ્ટાચાર્જી છે. આ તમામની વચ્ચે રૂબીના તથા અભિનવ પહેલાં દિવસથી ઘરમાં છે. એજાઝને સૌથી સ્ટ્રોંગ દાવેદાર માનવામાં આવતો હતો, જોકે, તેને કામ હોવાથી તે જાતે જ ઘરની બહાર નીકળી ગયો હતો. એજાઝ બાદ રૂબીનાનું નામ વિનર લિસ્ટમાં ટોચ પર છે.

રાખી સાથે મતભેદ
રાખી સાવંત તથા રૂબીના-અભિનવના સંબંધોમાં કડવાશ છે. રાખી સતત અભિનવને હેરાન કરતી હોય છે. આ જ કારણથી રૂબીનાએ રાખી પર એન્ટરટેઈનમેન્ટના નામ પર હેરેસમેન્ટ કરવાનો આક્ષેપ મૂક્યો છે. આટલું જ નહીં રૂબીનાએ રાખી પર ડોલ ભરીને પાણી રેડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો