તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીમાં શો મસ્ટ ગો ઑન:ગોવામાં શૂટિંગ પર પ્રતિબંધથી 11 ટીવી સિરિયલ્સ પર સંકટ, નવા એપિસોડ શૂટ કરવા માટે ફરી નવું લોકેશન શોધવાનો સંઘર્ષ

મુંબઈ3 મહિનો પહેલાલેખક: મનિષા ભલ્લા
  • કેટલીક સિરિયલનું શૂટિંગ હૈદરાબાદ તથા ગુજરાતમાં ચાલી રહ્યું છે, ગોવામાં શૂટિંગ કરતાં મેકર્સ માટે મુશ્કેલી

કોરોનાની બીજી લહેરને કારણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. આ જ કારણે અનેક ટીવી સિરિયલ્સના શૂટિંગ બંધ છે. કેટલીક સરિયલ્સના મેકર્સ નવા એપિસોડ શૂટ કરવા માટે ગોવા, ગુજરાત, હૈદરાબાદ તથા ઉત્તર પ્રદેશ ગયા છે. જોકે, ગોવાએ કોરોનાના વધતા કેસની વચ્ચે શૂટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેને કારણે 11 સિરિયલ્સના શૂટિંગ પર સંકટના વાદળો છવાઈ ગયા છે, જેમાં આ અઠવાડિયે ટોચ પર રહેલી સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' તથા પાંચમા નંબરે રહેલી 'કુમકુમ ભાગ્ય' પણ સામેલ છે. જો આ તમામ સિરિયલે ફ્રેશ કન્ટેન્ટ જનરેટ કરવું હશે તો નવું લોકેશન શોધવું પડશે.

મુંબઈમાં ત્રણ અઠવાડિયાથી શૂટિંગ બંધ છે. આ જ કારણે ટીવી ચેનલે પોતાના ટોપ TRP વાળા ટીવી શોનું શૂટિંગ મુંબઈ બહાર શિફ્ટ કરી દીધું હતું. ફ્રેશ કન્ટેન્ટમાં TRP મળે છે. જૂના એપિસોડ બીજી વાર ચલાવવાથી TRP પણ મળતી નથી. આ કારણે એડ રેવન્યૂમાં નુકસાન થાય છે. આથી ટોપ TRP ધરાવતી સિરિયલ ગોવા, ગુજરાત, હૈદરાબાદ તથા ઉત્તર પ્રદેશમાં શિફ્ટ કરવામાં આવી છે.

મુંબઈથી બહાર શૂટ શિફ્ટ કરવાનું કામ ઘણું જ મુશ્કેલ છે. મુંબઈ જેવી લાઈટિંગ તથા ઈક્વિપમેન્ટ્સ, નોન એક્ટિંગ, ટેક્નિશિયન વગેરે સરળતાથી મળતા નથી. બાયોબબલમાં તમામ પ્રોટોકોલની કાળજી લેવાથી ખર્ચ ઘણો જ વધારો થાય છે. જોકે, ફ્રેશ એપિસોડ જનરેટ થાય છે અને TRP જળવાઈ રહે છે. આથી આ મુશ્કેલ માર્ગ અપનાવવામાં આવ્યો છે.

10 મેની ડેડલાઈન છે
ગોવામાં શૂટિંગ કરી રહેલી કેટલીક સિરિયલ્સના ક્રૂ મેમ્બર્સે કહ્યું હતું કે તેમને 10 મેની ડેડલાઈન આપવામાં આવી હતી. આ પહેલાં અહીંયાથી બધું જ સમેટીને તો લોકો મુંબઈ જઈ રહ્યાં છે. ઝી ટીવીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે ગોવા સરકારે શૂટિંગ પરમિશન કેન્સલ કરી દીધી છે. અમારા તમામ ક્રૂ મેમ્બર્સ ત્યાંથી પરત આવી રહ્યાં છે, પરંતુ અમારી પાસે શોના એપિસોડ બેંકમાં છે. આગળ ક્યાં શૂટિંગ કરીશું, તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. જો મુંબઈમાં શૂટિંગ શરૂ ના થયું તો બીજા લોકેશન પર જ્યાં ભીડ ઓછી હશે અને કોરોનાના કેસ ઓછા થશે, ત્યાં જઈશું. સ્ટાર પ્લસે પણ શૂટિંગ કેન્સલ કરવાનું નક્કી કર્યું છે, પરંતુ ક્રૂ ક્યારે પરત આવશે, તે અંગે માહિતી નથી.

50% ક્રૂ સાથે શૂટિંગ થઈ રહ્યું છે, IPL કેન્સલ થતાં TRP વધશે
ટીવી પ્રોડ્યૂસર તથા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલના ચેરમેન (ટીવી) જે ડી મજેઠિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અત્યાર સુધી મોટાભાગની સિરિયલ્સની પાસે ફ્રેશ કન્ટેન્ટની ઊણપ આવી નથી, કારણ કે બધા મુંબઈથી બહાર બાયબબલમાં રહીને શૂટિંગ કરે છે. આને કારણે પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ છે. મુંબઈમાં એક શૂટના યુનિટમાં 150 લોકો રહેતા હતા, પરંતુ હવે ક્રૂ મેમ્બર્સ 50થી વધુ હોતા નથી. જેટલા લોકો વધારે જવાબદારી એટલી જ વધારે. IPL બંધ થવાનો ફાયદો ટીવી સિરિયલ્સને થશે. હવે લોકો પાસે ઘરમાં બેસીને અન્ય કોઈ મનોરંજનનું સાધન રહ્યું નથી.

રિપીટ ટેલિકાસ્ટમાં જાહેરાત મળતી નથી
રિયાલિટી શો 'ઓમ શાંતિ ઓમ'ના પ્રોડ્યૂસર અપૂર્વ બજાજે ભાસ્કરે કહ્યું હતું કે સ્પષ્ટ છે કે જો રિપીટ ટેલિકાસ્ટ થાય તો TRPમાં ફરક પડે છે અને જાહેરાતના રેટ્સમાં પણ ફરક પડે છે. જોકે, આ બધી બાબતોમાં ચેનલ ધ્યાન આપે છે. પ્રોડ્યૂસર તરીકે એટલી ખબર છે કે ટીવીના ફ્રેશ કન્ટેન્ટ તથા રિપીટ ટેલિકાસ્ટની TRPમાં ફેર હોય છે.

'રામાયણ'-'મહાભારત'ની ફરી ડિમાન્ડ
આ વર્ષે પણ ટીવી પર 'રામાયણ' તથા 'મહાભારત' પ્રસારિત થાય છે. સ્ટાર ભારત પર રામાનંદ સાગરની 'રામાયણ' તથા સ્વસ્તિક પ્રોડક્શનનું 'મહાભારત' શરૂ થયું છે. દંગલ ટીવી પર પણ 'રામાયણ' આવે છે. દંગલ ચેનલની સિસ્ટર કન્સર્ન કંપની એન્ટર 10 ટીવીના માર્કેટિંગ પ્રમુખ અર્પિત માછડે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ગયા વર્ષે લૉકડાઉનને કારણે લોકપ્રિય ક્લાસિકલ સિરિયલે નવા દર્શકોની વચ્ચે નવી ઉત્સુકતા જન્માવી હતી. હવે દેશમાં ફરી લૉકડાઉન જેવી પરિસ્થિતિ છે અને તેથી જ 'રામાયણ' શરૂ કરવામાં આવ્યું છે. આ તણાવપૂર્ણ માહોલમાં 'રામાયણ'નું પુનઃ પ્રસારણ ફરી એકવાર પરિવારને એકબીજાની નિકટ લાવશે.

સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો
લોકપ્રિય ટીવી એક્ટર અનુપમ શ્યામે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'પ્રતિજ્ઞા'નું શૂટિંગ સિલવાસામાં થાય છે. તે પોતાની તબિયતને કારણે શૂટિંગ માટે જઈ શક્યા નહીં, પરંતુ આગામી અઠવાડિયાથી તેમનું શૂટિંગ શરૂ થશે. ત્યાં સુધી સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં સુધી સેટની સલામતીની વાત કરીએ તે વાતથી તે પૂરી રીતે નચિંત છે, કારણ કે દિવસમાં બેવાર સેટને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)ના જનરલ સેક્રેટરી અમિત બહલે કહ્યું હતું કે અત્યાર સુધી તેમની જાણ પ્રમાણે તમામ ટીવી સિરિયલના શૂટિંગ બાયોબબલમાં ચાલે છે. જ્યાં જ્યાં શૂટિંગ થાય છે, ત્યાં કોવિડ 19નો એક પણ કેસ સામે આવ્યો નથી. તમામ કલાકારો સલામત છે.

આ લાંબુ ચાલી શકે નહીં
જેડી મજેઠિયાએ કહ્યું હતું કે લૉકડાઉન તથા મુંબઈમાં શૂટિંગ અંગે તેઓ સતત રાજ્ય સરકારના ટચમાં છે. જો મુંબઈમાં શૂટિંગ પર પ્રતિબંધો હજી પણ ચાલુ રહે છે તો સરકારને વિનંતી કરવામાં આવશે કે અહીંયા પણ બાયોબબલમાં શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવે. 13.6 મિલિયન યુએસ ડોલરની ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીને કોવિડને કારણે એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ વર્ષે હજી આટલું નુકસાન થયું નથી, પરંતુ મુંબઈથી બહાર લાંબા સમય સુધી શૂટિંગ કરવું શક્ય નથી.